________________
५३६
सुखे न मोदनीयं दुःखञ्च न द्वेष्टव्यम् योगसार: ५/३२ नाऽपि संयमकष्टानि दुःखत्वेन भासिष्यन्ते । मनःकल्पनया स विषयकषायसुखं दुःखत्वेन मत्वा संयमकष्टाँश्च सुखत्वेन मत्वा शीघ्रं मुक्तिं यास्यति । सुखदुःखानां काल्पनिकत्वमवगम्य मुनिना सर्वत्र समेन भवितव्यम् । समस्तु परमानन्दमनुभवति ।
अयमत्रोपदेशः - सुखदुःखे न पारमार्थिके, परन्तु काल्पनिके । ततः सुखे न मोदनीयं दुःखञ्च न द्वेष्टव्यम् ॥३१॥
अवतरणिका - 'सुखदुःखे मन:कल्पिते' इति प्रतिपादितम् । ततो योगी यदा परमात्मनि लीनो भवति तदा तस्य दुःखं न विद्यते इति प्रतिपादयति - मूलम् - 'सुखमग्नो 'यथा कोऽपि, लीनः प्रेक्षणकादिषु ।
*गतं कालं न जानाति, तथा योगी परेऽक्षरे ॥३२॥ अन्वयः - यथा प्रेक्षणकादिषु लीनः सुखमग्नः कोऽपि गतं कालं न जानाति तथा योगी परेऽक्षरे (लीनः सुखमग्नो गतं कालं न जानाति) ॥३२॥
पद्मीया वृत्तिः - यथाशब्दो दृष्टान्तोपन्यासे, प्रेक्षणकादिषु - प्रेक्षणकम्-नाट
અને સંયમના કષ્ટો દુઃખરૂપ નહીં લાગે. મનની કલ્પનાથી તે વિષયકષાયના સુખને દુઃખ તરીકે માનીને અને સંયમજીવનના કષ્ટોને સુખ તરીકે માનીને જલ્દી મોક્ષે જશે. સુખ-દુઃખ કાલ્પનિક છે એમ જાણીને મુનિએ બધે સમાન બનવું. સમતાવાળો મુનિ પરમાનંદ અનુભવે છે.
અહીં ઉપદેશ આ પ્રમાણે છે – સુખ-દુઃખ વાસ્તવિક નથી, પરંતુ કાલ્પનિક છે. માટે સુખમાં ખુશ ન થવું અને દુઃખનો દ્વેષ ન કરવો. (૩૧),
અવતરણિકા - ‘સુખ-દુઃખ મનથી કલ્પાયેલા છે,” એમ કહ્યું. તેથી યોગી જ્યારે પરમાત્મામાં લીન થાય છે, ત્યારે તેને દુઃખ નથી રહેતું એમ જણાવે છે –
શબ્દાર્થ - જેમ નાટક વગેરેમાં લીન થયેલ સુખમાં ડૂબેલ કોઈક માણસ કે દેવ પસાર થયેલા સમયને જાણતો નથી, તેમ પરમાત્મામાં લીન થયેલ સુખમાં ડૂબેલ યોગી પણ પસાર થયેલા સમયને જાણતો નથી. (૩૨)
१. G J प्रत्योरयं श्लोको नास्ति । २. यदा - D। ३. गतकालं - CI ४. विजानाति - FI