________________
योगसार: ५/३१
सर्वं दुःखं सुखं वा वासना
५३५
द्वितीयस्य तु नरस्य तस्मिन्नेव व्यवसाये दशकोटिसुवर्णमुद्राणां हानिर्जाता । ततः प्रथमो नरः पञ्चकोटिसुवर्णमुद्राहानावपि सुखी जातः, यतो द्वितीयनरस्य तस्मादधिका हानिर्जाता । जगति लाभे जाते नरः सुखी भवति हानौ च स दुःखी भवति । अत्र तु विपरीतमभवत् - लाभे स नरो दुःखी जातो हानौ तु सुखी जातः । अत इदं निश्चीयते - लाभे सुखं वा दुःखं वा नास्ति, हानावपि सुखं वा दुःखं वा नास्तीति । मनःकल्पनयैव लाभे वा हानौ वा सुखं वा दुःखं वा भवतः । एवं सर्वत्र ज्ञेयम् । शूकरो विष्टायां सुखं मन्यते । मनुष्यस्तां जुगुप्सते । मनुष्यो येषु भोगेषु सुखं मन्यते तान् देवा जुगुप्सन्ते । भीरुः शस्त्राणां दर्शनेऽपि बिभेति । शूरस्तु शस्त्रैर्हतोऽपि मोदते । भीरुः शस्त्रदर्शने स्वस्य भाविनीं हानिं मत्वा तत्र शस्त्रे दुःखं विकल्प्य बिभेति। शूरः शस्त्रहतोऽपि इह यशः प्रसरणं परत्र च सुरलोकप्राप्तिं विकल्प्य मोदते । इत्थं मनःकल्पनयैव सुखदुःखे भवतः । न तु पारमार्थिके सुखदुःखे कुत्रापि विद्येते । मुनिनेदं तत्त्वं चिन्तनीयम् । ततस्तस्य विषयकषायसुखं सुखत्वेन न भासिष्यते
વેપારમાં દસ કરોડ સોનામહોરનું નુકસાન થયું. તેથી પહેલો માણસ પાંચ કરોડ સોનામહોરનું નુકસાન થવા છતાં સુખી થયો, કેમકે બીજા માણસને તેના કરતા વધુ નુકસાન થયું હતું. જગતમાં નફો થાય તો માણસ સુખી થાય છે અને હાનિ થાય તો તે દુ:ખી થાય છે. અહીં તો ઊંધું થયું - પહેલો માણસ નફામાં દુઃખી થયો અને નુકસાનમાં સુખી થયો. માટે આ નક્કી થાય છે કે નફામાં સુખ કે દુઃખ નથી અને નુકસાનમાં પણ સુખ કે દુઃખ નથી. મનની કલ્પનાથી જ નફામાં કે નુકસાનમાં સુખ કે દુઃખ થાય છે. એ પ્રમાણે બધે જાણવું. ભૂંડ વિષ્ટામાં સુખ માને છે. માણસ તેની દુર્ગંછા કરે છે. માણસ જે ભોગોમાં સુખ માને છે તેમની દેવો દુર્ગંછા કરે છે. ડરપોક માણસ શસ્ત્રોને જોઈને પણ ડરે છે. શૂરવીર માણસ શસ્ત્રોથી હણાવા છતાં પણ ખુશ થાય છે. ડરપોક માણસ શસ્ત્રોને જોઈને પોતાને થનારા નુકસાનનો વિચાર કરી તે શસ્ત્રોમાં દુઃખ માનીને ડરે છે. શૂરવીર માણસ શસ્ત્રોથી હણાવા છતાં પણ અહીં યશના ફેલાવાને અને પરલોકમાં દેવલોકની પ્રાપ્તિને વિચારીને ખુશ થાય છે. મનની કલ્પનાથી જ સુખદુઃખ થાય છે. સાચા સુખ-દુઃખ ક્યાંય પણ નથી. મુનિએ આ તત્ત્વ વિચારવું જોઈએ. તેથી તેને વિષયકષાયનું સુખ સુખ તરીકે નહીં લાગે
આમ