________________
५४०
आत्मानन्दमग्नो विषयसुखं नेच्छति । योगसारः ५/३३ धावन्ति तथा तथा मृगतृष्णिका दूरे गच्छति । ततस्तेषां तृषा न शाम्यति, प्रत्युत सा बाढं वर्धते । तया पीडितास्ते जलं विना मृत्युमाप्नुवन्ति । इत्थं मृगतृष्णा कदापि न शाम्यति । एवं विषयसुखेच्छाऽपि कदाऽपि न पूर्यते । तया पीडिता जना दुर्गतिमाप्नुवन्ति । मुनिरिदं जानाति । ततः स विषयेषु न लुभ्यति । स विषयसुखार्थं न धावति । स विषयास्त्यक्त्वा वने वसति । तत्र स विषयत्यागजं सुखमनुभवति । तस्य मनो विषयेभ्यो निवर्त्तते । ततस्तत्र कषाया अपि न प्रादुर्भवन्ति । स उपशान्तो भवति । ततः पशवोऽपि वैरं त्यक्त्वा तस्य मित्राणि जायन्ते । एवं वने वसनेन मुनिरात्मानन्दे मग्नो भवति । ततस्तस्य वैषयिकं सुखं तुच्छं प्रतिभासते । तस्य मनसि विषयसुखस्येच्छा क्षीयते । निधानप्राप्तौ कोऽपि कपर्दकस्येच्छां न करोति । एवमात्मानन्दमग्नो मुनिर्विषयसुखं नेच्छति । आत्मसुखं स्वाधीनम् । ततस्तदेव वस्तुतः सुखम्, विषयसुखं तु पराधीनम्। ततस्तदुःखमेव । उक्तञ्च तत्त्वामृते - 'आत्माधीनं तु यत्सौख्यं, तत्सौख्यं वर्णितं बुधैः । पराधीनं तु यत्सौख्यं, दुःखमेव न तत्सुखम् ॥३०५॥' अध्यात्मोपनिषद्यप्युक्तम् નીરનું સ્વરૂપ પૂર્વે ત્રીજા પ્રસ્તાવના છઠ્ઠા શ્લોકની વૃત્તિમાં બતાવ્યું છે. જેમ જેમ તેઓ દોડે છે તેમ તેમ ઝાંઝવાના નીર દૂર થાય છે. તેથી તેમની તરસ છિપાતી નથી, ઊલટું તેમની તરસ બહુ વધી જાય છે. તરસ્યા થયેલા તેઓ પાણી વિના મરી જાય છે. આમ હરણોની તરસ ક્યારેય છિપાતી નથી. એમ વિષયસુખોની ઇચ્છા પણ ક્યારેય પૂરાતી નથી. તેનાથી પીડાયેલા લોકો દુર્ગતિમાં જાય છે. મુનિ આ જાણે છે. તેથી તે વિષયોમાં લોભાતો નથી. તે વિષયસુખો માટે દોડતો નથી. તે વિષયોને છોડીને વનમાં રહે છે. ત્યાં તે વિષયોના ત્યાગજન્ય સુખને અનુભવે છે. તેનું મન વિષયોમાંથી પાછું ફરે છે. તેથી તેમાં કષાયો પણ પેદા થતાં નથી. તે ઉપશાંત થાય છે. તેથી પશુઓ પણ વૈરને છોડીને તેના મિત્રો બને છે. આમ વનમાં વસનારો મુનિ આત્માના આનંદમાં મગ્ન બને છે. તેથી તેને વિષયોનું સુખ તુચ્છ લાગે છે. તેના મનમાં વિષયસુખની ઇચ્છા નાશ પામે છે. નિધાન મળે તો કોઈ પણ કોડીની ઇચ્છા કરતું નથી. એમ આત્માના આનંદમાં મગ્ન એવો મુનિ વિષયસુખને ઇચ્છતો નથી. આત્મામાં રહેલું સુખ સ્વાધીન છે. તેથી તે જ હકીકતમાં સુખ છે. વિષયજન્ય સુખ તો પરાધીન છે. તેથી તે દુઃખરૂપ જ છે. તત્ત્વામૃતમાં કહ્યું છે, “આત્માને આધીન જે સુખ છે, પંડિતોએ તેને સુખ કહ્યું છે. જે પરાધીન સુખ છે તે દુઃખ જ છે, સુખ નથી. (૩૦૫) અધ્યાત્મોપનિષદ્ઘાં પણ કહ્યું છે, “બધું