________________
योगसारः ५/३४ योगिसुखं सार्वभौमो नाऽनुभवति
५४३ रूपद्वन्द्वान्मुक्तः । स सर्वान्सामान् पश्यति । स कुत्रापि रागद्वेषौ न करोति । सोऽकिञ्चनोऽस्ति । तेन सर्वे बाह्याः सङ्गास्त्यक्ताः । बाह्यः परिग्रहो नवविधः । तद्यथाक्षेत्रं वास्तु हिरण्यं सुवर्णं धनं धान्यं दासी दासः कुप्यञ्च। योगी तस्य संरक्षणार्थं न प्रयतते । तदर्थं स आरम्भसमारम्भानपि न करोति । तेनान्तरङ्गपरिग्रहोऽपि त्यक्तः । अन्तरङ्गपरिग्रहश्चतुर्दशविधः । तद्यथा-मिथ्यात्वं चत्वारः कषाया नव च नोकषायाः । स परिग्रहरक्षणचिन्तयाऽपि मुक्तो भवति । इत्थं बाह्यान्तरपरिग्रहमुक्तत्वान्मुनिनिःसङ्गः । ततः स आत्मारामे रमते । इत्थं वनवासी योगी शान्तः सुखमग्नो द्वन्द्वमुक्तो निष्किञ्चनश्च भवति । ततः सोऽद्वितीयमानन्दमनुभवति । चक्रवर्ती षट्खण्डसाम्राज्यं पालयति । स कषायैर्दोषैश्चाकुलो भवति । ततः स शान्तो न भवति । स दुःखरूपं तुच्छं विषयभोगजं सुखमनुभवति । स आत्मानन्दं नाऽनुभवति । स द्वन्द्वैर्ग्रस्तो भवति । सोऽहं पर इति भेदं करोति । स इदं सुखमिदं च दुःखमिति भेदमपि करोति । सोऽयं प्रियोऽयञ्चाप्रिय इति भेदमपि करोति । ततः स सर्वत्र रागद्वेषौ करोति । तस्य षट्खण्डसाम्राज्यरूपो बाह्यपरिग्रहो विपुलः । तस्य संरक्षणार्थं स प्रभूतानारम्भसमारम्भान्करोति । स सततं तत्संरक्षण
રાગ-દ્વેષ કરતો નથી. તે પરિગ્રહ વિનાનો છે. તેણે બધો બાહ્ય સંગ છોડી દીધો છે. બાહ્ય પરિગ્રહ નવ પ્રકારનો છે. તે આ પ્રમાણે – ક્ષેત્ર, વાસ્તુ, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ અને વાસણ. યોગી તેને સાચવવાની મહેનત કરતો નથી. તેની માટે તે આરંભ-સમારંભ પણ કરતો નથી. તે પરિગ્રહના રક્ષણની ચિંતાથી પણ મુક્ત છે.તેણે અંદરનો પરિગ્રહ પણ છોડ્યો છે. અંદરનો પરિગ્રહ ચૌદ પ્રકારનો છે. તે આ પ્રમાણે - મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય. આમ વનવાસી યોગી શાંત, સુખમાં લીન, દ્વન્દ્રોથી રહિત અને પરિગ્રહથી રહિત છે. તેથી તે અસાધારણ આનંદને અનુભવે છે. ચક્રવર્તી છ ખંડના સામ્રાજયને પામે છે. તે કષાયોથી અને દોષોથી યુક્ત હોય છે. તેથી તે શાંત નથી હોતો. તે દુઃખરૂપ તુચ્છ વિષયભોગના સુખને અનુભવે છે. તે આત્માના આનંદને અનુભવતો નથી. તે દ્વન્દોથી ઘેરાયેલો હોય છે. તે હું અને બીજો એવો ભેદ કરે છે. તે “આ સુખ” અને
આ દુઃખ' એવો ભેદ પણ કરે છે. તે “આ પ્રિય છે અને “આ અપ્રિય છે” એવો ભેદ પણ કરે છે. તેથી તે બધે રાગ-દ્વેષ કરે છે. તેની પાસે છ ખંડના સામ્રાજયરૂપ મોટો બાહ્ય પરિગ્રહ છે. તેને સાચવવા તે ઘણા આરંભ-સમારંભ કરે છે. તે સતત તેના રક્ષણની ચિંતાથી વ્યાકુળ હોય છે. તેનો અંદરનો પરિગ્રહ પણ ઘણો હોય છે.