________________
५३७
योगसारः ५/३२ सुखमग्नो गतं कालं न जानाति कमादौ येषां नाट्य-गीत-क्रीडादीनामिति प्रेक्षणकादयः, तेषु, लीनः - एकाग्रः, सुखमग्नः - सुखे-मुदि मग्नः-विप्लावित इति सुखमग्नः, कोऽपि - मनुष्यो देवो वा, गतम् - अतीतम्, कालम् - समयम्, नशब्दो निषेधे, जानाति - वेत्ति, तथाशब्दो दाान्तिकोपन्यासे, योगी - मुक्तिप्रापकयोगाऽऽराधकः, परे - श्रेष्ठ, अक्षरे - न क्षरति-स्वरूपाच्चलतीत्यक्षरः परमात्मेत्यर्थः, तस्मिन्, लीनः सुखमग्नो गतं कालं न जानातीत्यत्राप्यनुवर्तनीयम् । __ केचन मनुष्या देवा वा विपुलभोगसामग्रीवन्तः सन्ति । ते प्रेक्षणक-नाट्य-गीतक्रीडादिषु तन्मया भवन्ति । प्रेक्षणकादीनि तेभ्यो रोचन्ते । ततस्ते तत्र तल्लीना भवन्ति । यत्र रुचिर्भवति तत्रैकाग्रता जायते । तत्रोद्वेगो न भवति । इत्थं प्रेक्षणकादिषु लीनास्तेऽद्वितीयं सुखमनुभवन्ति । सुखमग्नास्तेऽन्यत्सर्वं विस्मरन्ति । तेऽतीतं कालमपि न जानन्ति । सम्पूर्णां रात्रिं यावत्प्रेक्षणकादिकं दृष्ट्वा मनुष्या एवमेव मन्यन्ते यत्क्षणेनैव सर्वं समाप्तम् । देवा अपि सहस्रवर्षाणि यावत् प्रेक्षणकादिकं दृष्ट्वा तत्समाप्तावेवमेव मन्यन्ते यत्क्षणेनैव सर्वं समाप्तम् । इदं तेषां गतस्य कालस्याऽज्ञानं तेषां प्रकृष्टं सुखं ज्ञापयति । एवमेव योगी परमात्मनि लीयते । स स्वात्मानं परमात्मनोऽभिन्नं पश्यति । स परमात्मनो ध्याने लीनो
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - મોક્ષ આપનારા યોગની આરાધના કરે તે યોગી. પરમાત્મા પોતાના સ્વરૂપમાંથી ચલિત થતાં નથી, માટે અક્ષર કહેવાય છે.
કેટલાક મનુષ્યો કે દેવો પાસે ભોગની ઘણી સામગ્રી હોય છે. તેઓ નાટક, નૃત્ય-ગીત-ખેલ વગેરેમાં તન્મય બને છે. તેમને નાટક વગેરે ગમે છે. તેથી તેઓ તેમાં લીન થઈ જાય છે. જ્યાં રુચિ હોય ત્યાં એકાગ્રતા આવે, ત્યાં કંટાળો ન આવે. આમ નાટક વગેરેમાં લીન થયેલા તેઓ અસાધારણ સુખને અનુભવે છે. સુખમાં ડૂબેલા તેઓ બીજું બધું ભૂલી જાય છે. તેઓ પસાર થયેલા સમયને પણ જાણતાં નથી. આખી રાત નાટક વગેરે જોઈને મનુષ્યો એમ જ માને છે કે એક ક્ષણમાં બધું પૂરું થઈ ગયું. દેવો પણ હજારો વર્ષો સુધી નાટક વગેરેને જોઈને તે પૂરા થાય ત્યારે એમ જ માને છે કે એક ક્ષણમાં જ બધું પૂરું થઈ ગયું. તેઓ પસાર થયેલા સમયને જાણતાં નથી એ બાબત તેમના પ્રકષ્ટ સુખને જણાવે છે. એ જ પ્રમાણે યોગી પરમાત્મામાં લય પામે છે. તે પોતાને પરમાત્માથી અભિન્ન જુવે છે. તે પરમાત્માના