________________
५०४
कूरगडुमुनिदृष्टान्तः ।
योगसारः ५/२२ प्रतिदिनं स घटप्रमाणं कूरमानीय तेन स्वोदरं पूरितवान् । ततो जनैस्तस्य नाम 'कूरगडुको मुनि'रिति स्थापितम् । स पर्वतिथावपि तपः कर्तुं नाऽशक्नोत् । ततः स स्वात्मानं निन्दन्कूरं भुक्तवान् । अन्यदा सांवत्सरिकपर्वणि स कूरघटमानीयाऽन्यान्मुनीनिमन्त्रितवान् । तत्समुदाये तदा चत्वारो मुनयो विकृष्टं तपः कृतवन्तः । कूरगडुमुनिस्तानपि न्यमन्त्रयत । तस्य निमन्त्रणेन ते क्रुद्धाः । ते परुषाक्षरैस्तमतर्जयन् - 'अद्य वार्षिकपर्वण्यपि त्वं तपो न करोषि । किं त्वं न लज्जसे? किं त्वं दुर्गतेन बिभेषि ?' इत्थमुक्त्वा तैस्तस्य कूरपात्रे निष्ठ्यूतम् । तथापि कूरगडुमुनिर्नाऽकुप्यत् । प्रत्युत स स्वात्मानमेवाऽनिन्दत् । सोऽपवरके गत्वा कूरं भुक्तवान् । भोजनसमये स्वात्मानं निन्दन्सोऽरोदीत् । ततः स शुभध्यानमारुह्य घातिकर्मक्षयं कृत्वा कैवल्यमाप्तवान् । ततः शासनदेवता तस्य कैवल्यमहिमानं कर्तुमागता । तया ते चत्वारो तपस्विनो मुनयस्तजिताः । तेऽपि स्वात्मानं निन्दन्तः कैवल्यमाप्ताः । मुनिभिस्तजिते सत्यपि कूरगडुको मुनिः क्षमां धारितवान् । स नाऽऽक्रोशत् । स प्रत्युत्तरं તેથી તેમને બહુ ભૂખ લાગતી. થોડા આહારથી તેમની ભૂખ શાંત ન થતી. તેથી તેઓ દરરોજ એક ઘડા જેટલો દૂર (ભાત) લાવીને પોતાનું પેટ ભરતા. તેથી લોકોએ તેમનું નામ કુરઘડુ પાડ્યું. તેઓ પર્વતિથિએ પણ તપ કરી શકતા ન હતા. તેથી તેઓ પોતાની નિંદા કરતાં કરતાં કૂર વાપરતા. એકવાર સંવત્સરી પર્વના દિવસે તેમણે કૂરનો ઘડો લાવી અન્ય મુનિઓને વાપરવા માટે વિનંતિ કરી. તે સમુદાયમાં ત્યારે ચાર મહાત્માઓએ વિકૃષ્ટ તપ કર્યો હતો. કુરઘડ મુનિએ તેમને પણ વિનંતિ કરી. તેમની વિનંતિથી તેઓ ગુસ્સે થઈ ગયા. તેઓએ કર્કશ વચનોથી તેમને ઠપકો આપ્યો – “આજે સંવત્સરીના દિવસે પણ તું તપ નથી કરતો? શું તને શરમ નથી આવતી? શું તું દુર્ગતિથી ડરતો નથી?' આમ કહીને તેઓ તેમના કૂરના પાત્રમાં ઘૂંક્યા. છતાં પણ દૂરઘડ મુનિ ગુસ્સે ન થયા. ઊલટું તેમણે પોતાની જ નિંદા કરી. તેમણે ઓરડામાં જઈને કૂર વાપર્યું. વાપરતી વખતે તેઓ પોતાની નિંદા કરતાં કરતાં રડતાં હતા. પછી તેઓ શુભધ્યાનમાં ચઢ્યા. ઘાતિકર્મોનો ક્ષય કરી તેમણે કેવળજ્ઞાન મેળવ્યું. તેથી શાસનદેવી તેમના કેવળજ્ઞાનનો મહિમા કરવા આવી. તેણીએ તે ચારે તપસ્વી મુનિઓને ઠપકો આપ્યો. તેઓ પણ પોતાની નિંદા કરતાં કરતાં કેવળજ્ઞાન પામ્યા. મુનિઓએ ઠપકો આપવા છતાં પણ કૂરઘડ મુનિએ ક્ષમા રાખી. તેમણે ગુસ્સો ન કર્યો. તેમણે સામો જવાબ ન આપ્યો. તેઓ મૌન જ