________________
सर्वत्र मैत्र्यकं सुखम्
योगसार: ५/२२
५०२
प्राप्नोति । विषयसुखं दुःखाविनाभावि । सन्तुष्ट इन्द्रियार्थेषु न लुभ्यति । स विषयसुखप्राप्त्यर्थं पापं नाऽचरति । स विषयान्विषतुल्यान्मन्यते । विषयत्यागेन स सन्तोषसुखमनुभवति ।
मुनिना सदा क्षमाशीलेन भवितव्यम् । तेन सर्वजीवेषु मैत्री धर्त्तव्या । क्रोधेन पूर्वकोटिवर्षसंयमपालनफलं नश्यति । वह्निः प्रथमं स्वाश्रयं दहति । एवं क्रोधः प्रथमं क्रोधकर्त्तारमुपतापयति । क्रोधी स्वयमपि दुःखी भवत्यन्यानपि दुःखिनः करोति । मैत्र्या स्वपरोभयेषां सुखं भवति । यदि जीवः सर्वजीवेषु मैत्रीं प्रदर्शयति तर्हि तेऽपि तं प्रति मैत्रीं प्रदर्शयन्ति। यदि जीव: सर्वजीवेषु द्वेषं करोति तर्हि तेऽपि तं द्विष्यन्ति । भावेन भाव आकृष्यते । मैत्र्या परस्परं स्नेहो वर्धते । ततो मैत्र्या सुखं भवति । मैत्र्या शत्रुरपि मित्रं भवति ।
1
ફત્હ ક્ષમા-નમ્રતા-સરળતા- सन्तोषाः सुखरूपाः सन्ति । ततः कषायान्विनाश्य क्षमाद्यर्थं પ્રયતનીયમ્ ॥૨॥
વિવિધ કદર્શનાઓ પામે છે. વિષયસુખ દુઃખ વિનાનું હોતું નથી. સંતોષી વિષયોમાં લોભાતો નથી. તે વિષયસુખ પામવા પાપ કરતો નથી. તે વિષયોને વિષ જેવા માને છે. વિષયોને છોડીને તે સંતોષના સુખને અનુભવે છે.
મુનિએ હંમેશા ક્ષમાશીલ થવું. તેણે બધા જીવો ઉપર મૈત્રી રાખવી. ક્રોધથી એક ક્રોડ પૂર્વ વર્ષ સુધી સંયમ પાળવાનું ફળ નાશ પામે છે. અગ્નિ પહેલા પોતાના આશ્રયને બાળે છે. એમ ક્રોધ પહેલા ક્રોધ કરનારાને સંતાપ આપે છે. ક્રોધી પોતે પણ દુ:ખી થાય છે અને બીજાને પણ દુઃખી કરે છે. મૈત્રીથી પોતાને અને બીજાને બંનેને સુખ થાય છે. જો જીવ બધા જીવો ઉ૫૨ મૈત્રી રાખે તો તેઓ પણ તેના પ્રત્યે મૈત્રી રાખે. જો જીવ બધા જીવો ઉપર દ્વેષ કરે તો તેઓ પણ તેના ઉપર દ્વેષ કરે. ભાવથી ભાવ ખેંચાય છે. મૈત્રીથી પરસ્પર એકબીજાનો સ્નેહ વધે છે. તેથી મૈત્રીથી સુખ થાય છે. મૈત્રીથી શત્રુ પણ મિત્ર બની જાય છે.
આમ ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ સુખરૂપ છે. માટે કષાયોનો નાશ કરી ક્ષમા વગેરે માટે પ્રયત્ન કરવો. (૨૧)