________________
५१६
यावदायुरभङ्गुरं तावद्बुधैर्निजहिते यत्यताम्
योगसार: ५/२६ यूयं निवर्त्तध्वम् । तद्यूयं धर्मे नियोजयत । धर्मकरणेन यूयं परलोकार्थं पुण्यपाथेयमेकत्रीकुरुत। अन्यथैवमेव परलोकं प्रयातानां युष्माकं दुर्दशा भाविनी यथा धनं विना देशान्तरं गतस्य नरस्य भवति । युष्माभिर्मनोवाक्कायसर्वप्रवृत्तिषु धर्म एव प्रधानीकर्त्तव्यः । पापप्रवृत्तयो युष्माभिः सर्वथा हेया: । विपरीतप्रसङ्गेष्वपि युष्माभिः धर्मात्स्वचित्तं न चालनीयम् । इत्थमायुःशेषेऽपि धर्मकरणेन यूयं स्वजीवनं सफलीकुरुत दुर्गतिं च निवारयत । उक्तञ्च शान्तसुधारसे - 'यावद्देहमिदं गदैर्न मृदितं नो वा जराजर्जरम् यावत्त्वक्षकदम्बकं स्वविषयज्ञानावगाहक्षमम् । यावच्चायुरभङ्गुरं निजहिते तावद्बुधैर्यत्यताम्, कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते ॥१२/६॥' तत्त्वामृतेऽप्युक्तम् – ‘यावन्न मृत्युवज्रेण, देहशैलो निपात्यते । नियुज्यतां मनस्तावत्, कर्मारातिपरिक्षये ॥१२९॥ ' योगप्रदीपेऽप्युक्तम् - 'यावन्न ग्रस्यते रोगै-र्यावन्नाभ्येति ते जरा । यावन्न क्षीयते चायु-स्तावत्कल्याणमाचर ॥१॥ ' दशवैकालिकसूत्रे ऽप्युक्तम् 'जरा जाव न पीडेइ, वाही जाव न वड्ढइ । जाविंदिया न हायंति, ताव धम्मं તેને ધર્મમાં જોડી ધર્મ કરીને તમે પરલોક માટે પુણ્યનું ભાથું ભેગું કરો. અન્યથા એમને એમ પરલોકમાં ગયેલા તમારી દુર્દશા થશે, જેમ ધન વિના બહારગામ ગયેલા માણસની થાય છે, તેમ. તમારે મન-વચન-કાયાની બધી પ્રવૃત્તિઓમાં ધર્મને જ મુખ્ય બનાવવો. પાપપ્રવૃત્તિઓ તમારે બધી રીતે છોડવી. વિપરીત પ્રસંગોમાં પણ તમારે ધર્મમાંથી પોતાનું મન ચલાવવું નહીં. આમ બચેલા આયુષ્યમાં પણ ધર્મ કરીને તમે પોતાનું જીવન સફળ કરો અને દુર્ગતિનું નિવારણ કરો. શાંતસુધારસમાં કહ્યું છે, ‘જ્યાં સુધી આ શરીર રોગોથી પીડાયું નથી કે ઘડપણથી જર્જરિત થયું નથી, જ્યાં સુધી ઈન્દ્રિયોનો સમૂહ પોતાના વિષયોનું જ્ઞાન કરવા સમર્થ છે, જ્યાં સુધી આયુષ્ય નષ્ટ થયું નથી ત્યાં સુધી પંડિતોએ પોતાના હિતમાં યત્ન કરવો જોઈએ. તળાવ તૂટી ગયા પછી અને પાણી નીકળી ગયા પછી પાળ શી રીતે બંધાય ? (૧૨/૬) તત્ત્વામૃતમાં કહ્યું છે, ‘જ્યાં સુધી મૃત્યુરૂપી વજ્ર શરીરરૂપી પર્વતને પાડતો નથી ત્યાં સુધી જીવો કર્મરૂપી દુશ્મનનો નાશ કરવામાં મનને જોડે. (૧૨૯)' યોગપ્રદીપમાં પણ કહ્યું છે, ‘જ્યાં સુધી રોગો કોળીયો ન કરે, જ્યાં સુધી ઘડપણ ન આવે, જ્યાં સુધી આયુષ્યનો નાશ ન થાય ત્યાં સુધી તું કલ્યાણકારી આચરણ કર.’ (૧) દશવૈકાલિકસૂત્રમાં પણ કહ્યું છે, ‘જ્યાં સુધી ઘડપણ પીડતું નથી, જ્યાં સુધી રોગ વધતો નથી, જ્યાં સુધી
.