________________
५१०
मृत्यावासन्ने मनोऽवश्यं निरोद्धव्यम् योगसारः ५/२४ मृत्योः-मरणस्य कालः-अवसर इति मृत्युकालः, तस्मिन्, उपस्थिते - समीपमागते, अपिशब्दो अन्यदा तु ते मनो धावत्येव, मृत्युकाले उपस्थितेऽपि धावतीति द्योतयति, ते - तव, निरङ्कुशम् - अनियन्त्रितम्, मनः - चित्तम्, विषयेषु - इन्द्रियार्थेषु, एवशब्दो अन्यत्र धावनं व्यवच्छिनत्ति, धावति - रज्यति ।
जना बाल्यकाले क्रीडन्ति । यौवनकाले ते धनमर्जयन्ति भोगाँश्च भुञ्जन्ति । वार्धक्ये ते विकथां कुर्वन्ति । इत्थं धर्माराधनया विना ते मुधा जीवनं हारयन्ति । बाल्य-यौवनवार्धक्यरूपासु तिसृष्वप्यवस्थासु धर्मः कर्त्तव्यः । यदि बाल्ये धर्मो न कृतस्तर्हि यौवने धर्मः कर्त्तव्यः । यदि यौवनेऽपि धर्मो न कृतस्तहि वार्धक्ये त्ववश्यं धर्मः कर्त्तव्यः । यदि वार्धक्येऽपि धर्मो न कृतस्तर्हि मनुष्यभवो हारितः । ततो यदि कदाचिद्वाल्ययौवनयोधर्मो न कृतस्तर्हि वार्धक्ये त्ववश्यं धर्मः कर्त्तव्यः । वार्धक्ये मृत्युरासन्नीभवति । तदेन्द्रियाणि क्षीयन्ते । तथापि भोगवासितचित्तानां मनो धर्मे रतिं न करोति । तेषां मनो विषयेष्वेव धावति । तेषां मनो निरङ्कुशं भवति । ते दुर्गति प्रयान्ति । मृत्यावासन्ने मनो निरोद्धव्यः । विषयेषु रागो न कर्त्तव्यः । विषयेभ्यो विरक्तैर्भवितव्यम् । मरणे समीपवर्त्तिन्यपि ये विषयेषु लुभ्यन्ति तेभ्यो ग्रन्थकारोऽनेन श्लोकेनोपदिशति - ‘अद्यापि त्वं किं धर्मे
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ - લોકો બાળપણમાં રમે છે. યુવાનીમાં તેઓ ધન કમાય છે અને ભોગો ભોગવે છે. ઘડપણમાં તેઓ વિકથા કરે છે. આમ ધર્મની આરાધના કર્યા વિના તેઓ જીવનને ફોગટ હારી જાય છે. બાળપણ, યુવાની અને ઘડપણ ત્રણે ય અવસ્થાઓમાં ધર્મ કરવો જોઈએ. જો બાળપણમાં ધર્મ ન કર્યો હોય તો યુવાનીમાં ધર્મ કરવો. જો યુવાનીમાં ધર્મ ન કર્યો હોય તો ઘડપણમાં તો અવશ્ય ધર્મ કરવો. જો ઘડપણમાં પણ ધર્મ ન કર્યો, તો મનુષ્યભવ હારી જવાયો. માટે જો કદાચ બાળપણમાં અને યુવાનીમાં ધર્મ ન કરાયો હોય તો ઘડપણમાં તો અવશ્ય ધર્મ કરવો. ઘડપણમાં મૃત્યુ નજીક હોય છે. ત્યારે ઇન્દ્રિયોની શક્તિ ઘટે છે. છતાં પણ જેમનું મન ભોગોથી વાસિત છે, તેમને ધર્મ ગમતો નથી. તેમનું મન વિષયોમાં જ દોડે છે. તેમનું મન અંકુશ વિનાનું હોય છે. તેઓ દુર્ગતિમાં રવાના થાય છે. મરણ નજીકમાં હોય ત્યારે મનનો વિરોધ કરવો. વિષયોમાં રાગ ન કરવો. વિષયોથી વિરક્ત થવું. મરણ નજીકમાં હોય ત્યારે પણ જેઓ વિષયોમાં લોભાય છે, તેમને ગ્રંથકાર આ શ્લોકથી ઉપદેશ આપે છે કે, “હજી પણ તું શા માટે ધર્મમાં ઉદ્યમ નથી