________________
योगसारः ५/१६,१७ लोभो व्यसनमन्दिरं शोकादीनां महाकन्दश्च ४८९
लोभः सर्वदुःखानामाकरः । लोभाकुलो यथाकथञ्चित्स्ववाञ्छितसिद्धिमभिलषति । ततः स सर्वा दुष्प्रवृत्तयः करोति । तज्जन्यपापोदये स सर्वप्रकारं दुःखमनुभवति । आकरे प्रभूतो धातुर्विद्यते । प्रभूते धातौ निष्काशिते सत्यपि स रिक्तो न भवति । एवं लोभाऽऽसेवनेनाऽनिष्ठितं दुःखं प्राप्यते । लोभेन दुःखपरम्परा प्राप्यते ।
लोभः सर्वासामापदां स्थानम् । लोभाकुलः स्वाभीष्टसिद्ध्यर्थं सर्वानपराधान्करोति । तेन स इहभवेऽपि विविधा आपदः प्राप्नोति । स राजादिभिः कारागृहे क्षिप्यते, स शूलायामप्यारोप्यते । स धूर्तेर्वञ्च्यते। ___ लोभेन शोकादयो भवन्ति । लोभी धनवियोगे शोचते । स स्वयं सखेन भोजनमपि न करोति । स शोभनानि वस्त्राण्यपि न परिदधाति । स केवलं धनमेकत्रीकरोति । स तद्धनं भोक्तुं न शक्नोति । स मृत्वा दुर्गतिं प्रयाति । तद्धनं परैर्भुज्यते । लोभी धनवियोगे ग्रहिलो भवति । यावद्धनं न प्राप्यते तावल्लोभी कुत्रापि रतिं न विन्दति । लोभी स्वार्थसिद्ध्यर्थं परस्य विश्वासघातमपि करोति । स उपकारिष्वप्यपकारं करोति । कन्दादृक्ष કરવા માગે છે. તેથી તે બધી ખરાબ પ્રવૃત્તિઓ કરે છે. તેનાથી થયેલા પાપનો
જ્યારે ઉદય થાય છે, ત્યારે તે બધા પ્રકારનું દુઃખ ભોગવે છે. ખાણમાં ઘણી ધાતુ હોય છે. ઘણી ધાતુ કાઢવા છતાં પણ તે ખાલી થતી નથી. એમ લોભ કરવાથી પાર વગરનું દુઃખ મળે છે. લોભથી દુઃખની પરંપરા મળે છે.
લોભ બધી આપત્તિઓનું સ્થાન છે. લોભથી વ્યાકુળ જીવ પોતાના ઇચ્છિતને પૂરવા બધા અપરાધો કરે છે. તેથી તે આ ભવમાં પણ વિવિધ આપત્તિઓ પામે છે. તે રાજા વગેરે વડે કેદખાનામાં નંખાય છે. તે શૂળી ઉપર પણ ચઢાવાય છે. તે ધૂર્તો વડે ઠગાય છે.
લોભથી શોક વગેરે થાય છે. લોભી ધનના વિયોગમાં શોક કરે છે. તે પોતે સુખેથી ભોજન પણ કરતો નથી. તે સારા વસ્ત્રો પણ પહેરતો નથી. તે માત્ર ધન ભેગું કરે છે. તે તે ધનને ભોગવી શકતો નથી. તે મરીને દુર્ગતિમાં જાય છે. તેનું ધન બીજાઓ ભોગવે છે. લોભી ધનના વિયોગમાં ગાંડો થઈ જાય છે. જયાં સુધી ધન નથી મળતું ત્યાં સુધી લોભીને ચેન નથી પડતું. લોભી પોતાના સ્વાર્થને સાધવા બીજાનો વિશ્વાસઘાત પણ કરે છે. તે ઉપકારી ઉપર પણ અપકાર કરે છે. કંદમાંથી વૃક્ષ ઉગે છે. એમ લોભથી શોક વગેરે થાય છે. લોભથી થનારા શોક વગેરે બહુ ભયંકર અને લાંબો