________________
४९४
लोभवर्जनात् सर्वे गुणाः प्रादुर्भवन्ति योगसारः ५/१८ पापानि करोति । अवकरे सर्वे जनाः अशुचिपदार्थान् क्षिपन्ति । अवकरे सर्वप्रकारा अशुचिपदार्था विद्यन्ते । एवं लोभिनि सर्वेऽपि दोषा आगच्छन्ति । स दोषभाण्डागारतुल्यो भवति । लोभत्यागात्सर्वेऽपि गुणाः प्रादुर्भवन्ति । लोभो दोषाणां कारणम् । कारणाऽभावे कार्यस्याप्यभावो भवति । ततो लोभे त्यक्ते प्राक्तना दोषा अपगच्छन्ति नूतनाश्च नोत्पद्यन्ते । इत्थं दोषाभावे जाते गुणाः प्रकटीभवन्ति । दोषा औपाधिकाः । गुणाः स्वाभाविकाः । उपाधिनाशे दोषनाशो भवति । ततः स्वभावभूता गुणाः प्रादुर्भवन्ति । जगति विद्यमानाः सर्वेऽपि गुणाः लोभत्यागेनाऽवाप्यन्ते । अयं मनुष्यभवो दोषाणां नाशनाय गुणानाञ्च प्रकटनायैवाऽस्ति । ततो दोषनाशनेन गुणप्रकटनेन चायं मनुष्यभवः सफलो विधेयः । तदर्थं लोभस्त्यक्तव्यः । लोभत्यागः सन्तोषरूपः । सन्तोषस्य माहात्म्यमेवमुक्तं हिगुलप्रकरणे उपाध्यायश्रीविनयसागरैः - 'सन्तोषः परमं सौख्यं, सन्तोषः परमामृतम्। सन्तोषः परमं पथ्यं,सन्तोषः परमं हितम् ॥१४॥' तत्त्वामृते उक्तम् - 'यैः सन्तोषोदकं पीतं, निर्ममत्वेन वासितम् । त्यक्तं तैर्मानसं दुःखं, दुर्जनेनेव सौहृदम् ॥२४८॥ यैः सन्तोषामृतं पीतं, तृष्णातृडुपनाशनम् । तैः सुनिर्वाणसौख्यस्य, कारणं समुपाजितम् ઉકરડામાં બધા પ્રકારનો કચરો હોય છે. એમ લોભીમાં બધા ય દોષો આવે છે. તે દોષોના ભંડાર સમાન છે. લોભના ત્યાગથી બધાય ગુણો પ્રગટે છે. લોભ દોષોનું કારણ છે. કારણ ન હોય તો કાર્ય પણ ન થાય. તેથી લોભનો ત્યાગ કરવા પર જૂના દોષો જાય છે અને નવા પેદા થતાં નથી. આમ દોષોનો ક્ષય થતાં ગુણો પ્રગટે છે. દોષો ઔપાધિક છે, ગુણો સ્વાભાવિક છે. ઉપાધિનો નાશ થવાથી દોષોનો નાશ થાય છે. તેથી સ્વભાવભૂત ગુણો પ્રગટે છે. જગતમાં રહેલા બધા ય ગુણો લોભનો ત્યાગ કરવાથી મળે છે. આ મનુષ્યભવ દોષોનો નાશ કરવા અને ગુણોને પ્રગટ કરવા માટે જ છે. તેથી દોષોનો નાશ કરીને અને ગુણોને પ્રગટ કરીને આ મનુષ્યભવ સફળ કરવો. તેની માટે લોભ છોડવો. લોભનો ત્યાગ સંતોષ સ્વરૂપ છે. હિંગુલપ્રકરણમાં ઉપાધ્યાય શ્રીવિનયસાગરજીએ સંતોષનું માહાત્મ આ રીતે કહ્યું છે, “સંતોષ એ શ્રેષ્ઠ સુખ છે, સંતોષ એ શ્રેષ્ઠ અમૃત છે, સંતોષ એ શ્રેષ્ઠ પથ્ય છે, સંતોષ એ શ્રેષ્ઠ હિત છે. (૧૪) તત્ત્વામૃતમાં કહ્યું છે, “જેમણે નિર્મમપણાથી વાસિત એવું સંતોષરૂપી પાણી પીધું તેમણે જેમ દુર્જન મિત્રતા છોડે તેમ માનસિક દુઃખ છોડ્યું. (૨૪૮) જેમણે તૃષ્ણારૂપી તરસનો નાશ કરનારું સંતોષરૂપી અમૃત