________________
सदाचारो दृढधैर्यं परयशश्च
योगसार: ५/१५
४८४
प्रवर्त्तनेन स्वस्य सुगतिं निश्चिनोति । ततोऽत्र बुद्धिमत्त्वं कारणम् । सदाचारप्रवृत्तिस्तत्कार्यम् । ततः कार्ये कारणोपचारं कृत्वाऽत्रोक्तं- सदाचारो दृढं धैर्यमिति । यदिवा धैर्यं सात्त्विकतारूपम्। अतिसात्त्विक एव सदाचारमासेवते । निःसत्त्वो हीनसत्त्वो वा सदाचारे न प्रवर्त्तते । सदाचारे प्रवृत्तेन स्वस्य सात्त्विकता सूचिता । अत्राऽपि कार्ये कारणोपचारं कृत्वोक्तं - सदाचार एवाऽतिसात्त्विकता, सदाचार एव दृढं धैर्यमिति ।
सदाचारेण सर्वत्र यशः प्रसरति । सदाचारप्रवृत्तं देवा अपि नमन्ति । सर्वे तं स्तुवन्ति । ततोऽत्र कारणे कार्योपचारं कृत्वोक्तं- सदाचार एव श्रेष्ठं यश इति । इत्थं सदाचारस्य माहात्म्यं ज्ञात्वा सदा सदाचारे प्रवर्त्तनीयम् ॥१४॥
अवतरणिका - द्वितीये श्लोके उक्तं मुनिर्मनः स्थिरीकुर्वीत इति । ततो मन:स्थिरीकरणोपायभूतामनुत्सुकतां प्रतिपादयति मूलम् - लोभमुन्मूलयन्मूला - दप्रमत्तो मुनिः सदा । क्षायोपशमिके भावे, स्थितोऽनुत्सुकतां भजेत् ॥१५॥
બુદ્ધિશાળીપણું એ કારણ છે. સદાચાર તેનું કાર્ય છે. તેથી કાર્યમાં કારણનો ઉપચાર કરીને અહીં કહ્યું કે સદાચાર એ દૃઢ ધૈર્ય છે. અથવા ધૈર્ય એટલે સાત્ત્વિકતા. બહુ સાત્ત્વિક હોય એ જ સદાચારને સેવે છે. સત્ત્વ વિનાનો કે અલ્પ સત્ત્વવાળો સદાચારને સેવતો નથી. સદાચાર સેવનારાએ પોતાની સાત્ત્વિકતા સૂચવી. અહીં પણ કાર્યમાં કારણનો ઉપચાર કરીને કહ્યું કે સદાચાર જ અતિસાત્ત્વિકપણું છે, સદાચાર જ દેઢ धैर्य छे.
સદાચારથી ચારે બાજુ યશ ફેલાય છે. સદાચાર સેવનારાને દેવો પણ નમે છે. બધા તેને સ્તવે છે. તેથી અહીં કારણમાં કાર્યનો ઉપચાર કરીને કહ્યું કે સદાચાર જ श्रेष्ठ यश छे.
આમ સદાચારનું માહાત્મ્ય જાણીને સદાચારમાં પ્રવર્તવું. (૧૪)
અવતરણિકા - બીજા શ્લોકમાં કહ્યું કે, ‘મુનિ મનને સ્થિર કરે.' તેથી મનને સ્થિર કરવાના ઉપાયરૂપ અનુત્સુકતાને જણાવે છે -
શબ્દાર્થ - મૂળથી લોભનો નાશ કરનાર, અપ્રમત્ત, ક્ષાયોપશમિક ભાવમાં રહેલો મુનિ હંમેશા અનુત્સુક બને. (૧૫)
१. ....नुत्सुकितां - C, F, G, JI २. व्रजेत् - J, MI