________________
योगसारः ५/१५ मुनिर्मूलाल्लोभमुन्मूलयति
४८५ ___ अन्वयः - मूलाल्लोभमुन्मूलयन्नप्रमत्तः क्षायोपशमिके भावे स्थितो मुनिः सदाऽनुत्सुकतां भजेत् ॥१५॥
पद्मीया वृत्तिः - मूलात् - सर्वथा, लोभम् - मूर्छातृष्णारूपम्, उन्मूलयन् - नाशयन्, अप्रमत्तः - प्रमादरहितः, क्षायोपशमिके - उदितस्य कर्मणः क्षयेणाऽनुदितस्य च कर्मण उपशमेन निर्वृत्ते, भावे - अध्यवसाये, स्थितः - वर्तमानः, मुनिः - संयमी, सदा - नित्यम्, अनुत्सुकताम् - उत्सुकता-अकाले फलवाञ्छा, न उत्सुकतेति अनुत्सुकता, ताम्, भजेत् - सेवेत ।
मुनिः कदाप्युत्सुको न भवति । यस्य किमपि प्राप्तव्यमवशिष्यते स उत्सुको भवति । यः स्वात्मानमपूर्णं पश्यति स उत्सुको भवति । यो लोभेन पीड्यते स उत्सुको भवति । यः स्वात्मनि सुखं न पश्यति परपदार्थेषु च सुखं पश्यति स उत्सुको भवति । मुनेस्तु स्वरूपप्राप्तेर्व्यतिरिक्तं किमपि प्राप्तव्यं नावशिष्यते । स स्वात्मानं पूर्णं पश्यति । स लोभेन न पीड्यते । स परपदार्थेषु सुखं न पश्यति, परन्त्वात्मन्येव सुखं पश्यति । ततः स उत्सुको न भवति । स विषयसुखं नेच्छति । स पदं नाभिलषति । स सत्कारं सन्मानं वा न वाञ्छति । सोऽनुकूलतां न प्रार्थयति । स वेत्ति यदुत्सुकता दुःखरूपा, न सुखरूपा । उत्सुकः सदा परपदार्थादिप्राप्त्यर्थं धावति । तस्योत्सुकता कदापि न निवर्त्तते ।
પવીયાવૃત્તિનો ભાવાનુવાદ - લોભ એટલે મૂચ્છ અને તૃષ્ણા. ઉદયમાં આવેલા કર્મના ક્ષયથી અને ઉદયમાં નહીં આવેલા કર્મના ઉપશમથી થયેલો ભાવ તે લાયોપથમિક ભાવ. ઉત્સુકતા એટલે અકાળે ફળની ઇચ્છા. ઉત્સુકતાનો અભાવ તે मनुत्सुता.
મુનિ ક્યારેય ઉત્સુક ન થાય. જેણે કંઈક મેળવવાનું બાકી હોય તે ઉત્સુક બને છે. જે પોતાને અધૂરો જુવે છે, તે ઉત્સુક બને છે. જે લોભથી પીડાય છે, તે ઉત્સુક બને છે. જેને પોતાના આત્મામાં સુખ નથી દેખાતું અને પરપદાર્થોમાં સુખ દેખાય છે, તે ઉત્સુક બને છે. મુનિને તો સ્વરૂપની પ્રાપ્તિ સિવાય કંઈ પણ મેળવવાનું બાકી નથી. તે પોતાને પૂર્ણ જુવે છે. તે લોભથી પીડાતો નથી. તેને પરપદાર્થોમાં સુખ દેખાતું નથી, પણ આત્મામાં જ સુખ દેખાય છે. તેથી તે ઉત્સુક થતો નથી. તે વિષયસુખને ઇચ્છતો નથી. તે પદને ઝંખતો નથી. તે સત્કાર કે સન્માનને ઇચ્છતો નથી. તે અનુકૂળતાની માંગણી કરતો નથી. તે જાણે છે કે ઉત્સુકતા દુઃખરૂપ છે,