________________
४८६
मुनिरनुत्सुकतां भजेत् । योगसारः ५/१५ औत्सुक्यव्याकुलचित्तः सदा दुःखमेवाऽनुभवति । अनुत्सुकताप्राप्तेस्त्रय उपायाः । लोभक्षयेणाऽनुत्सुकता भवति । मुनिर्लोभं नाशयति । स लोभं तथा क्षपयति यथा स पुनर्न प्रादुर्भवति। सर्वेषां मोहभेदानां लोभो दुर्जेयः । तस्य सर्वथा क्षयः सूक्ष्मसम्परायगुणस्थानके एव भवति । अन्येषां मोहभेदानां क्षयस्तदर्वाग्भवति । मुनिः सन्तोषेण लोभं निहन्ति । उक्तञ्च - योगशास्त्रे - 'लोभसागरमुद्वेल-मतिवेलं महामतिः । सन्तोषसेतुबन्धेन, प्रसरन्तं निवारयेत् ॥४/२२॥' इत्थं लोभं क्षपयित्वा मुनिरनुत्सुको भवति । अप्रमादेनऽनुत्सुकता भवति । अप्रमादी सदाऽऽत्मस्वभावे लीनो भवति । स सर्वत्र निःस्पृहो भवति । क्षायोपशमिकभावेनाऽनुत्सुकता भवति । मोहनीयकर्मविपाकोदये जीवः सदसद्विवेकं न जानाति । मोहनीयकर्मक्षयोपशमे जाते क्षमानम्रताद्या गुणाः प्रादुर्भवन्ति । ततो गुणसमृद्धत्वात्सोऽनुत्सुको भवति । इत्थं मुनिरनुत्सुको भवति । अनुत्सुको मुनिः स्वरूपरमणतारूपं सुखमनुभवति ।
સુખરૂપ નથી. ઉત્સુક વ્યક્તિ હંમેશા પરપદાર્થો વગેરેની પ્રાપ્તિ માટે દોડે છે. તેની ઉત્સુકતા ક્યારેય અટકતી નથી. ઉત્સુકતાથી વ્યાકુળ ચિત્તવાળો હંમેશા દુઃખને જ અનુભવે છે. અનુત્સુક બનવાના ત્રણ ઉપાયો છે. લોભના ક્ષયથી અનુત્સુક બનાય છે. લોભથી વ્યાકુળ માણસ તૃષ્ણાથી પીડાય છે. તેથી તે ઉત્સુક બને છે. મુનિ લોભનો નાશ કરે છે. તે લોભને એવી રીતે ખપાવે છે કે જેથી તે પાછો પેદા ન થાય. મોહના બધા ભેદોમાં લોભ મુશ્કેલીથી જિતાય એવો છે. તેનો સંપૂર્ણ ક્ષય દસમાં ગુણઠાણે જ થાય છે. મોહના બીજા ભેદોનો ક્ષય તેની પહેલા થાય છે. મુનિ સંતોષથી લોભને હણે છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – “બુદ્ધિશાળીએ ઘણા મોજાવાળા, ઊંચા મોજાવાળા, પસરતાં લોભ સમુદ્રને સંતોષરૂપી સેતુ બાંધીને અટકાવવો. (૪/૨૨)' આમ લોભને ખપાવીને મુનિ અનુત્સુક થાય છે. અપ્રમાદથી અનુત્સુક બનાય છે. અપ્રમાદી હંમેશા આત્મસ્વભાવમાં લીન બને છે. તે બધે નિઃસ્પૃહ બને છે. સાયોપથમિકભાવથી અનુસુક બનાય છે. મોહનીયકર્મના વિપાકોદયમાં જીવ સારા અને ખરાબના વિવેકને જાણતો નથી. મોહનીયકર્મનો ક્ષયોપશમ થવા પર ક્ષમા-નમ્રતા વગેરે ગુણો પ્રગટે છે. તેથી ગુણોથી સમૃદ્ધ થવાથી તે અનુત્સુક બને છે. આમ મુનિ અનુત્સુક બને છે. અનુત્સુક મુનિ સ્વરૂપરમણતારૂપ સુખને અનુભવે છે.