________________
योगसारः ५/१३ सदाचारं विना कृतो धर्मः स्वैरिण्युपवासनिभः
४८१ ततो धर्माभिलाषिणा प्रथमं सदाचारे प्रवर्तनीयम् । तत एव धर्मस्याऽऽराधना शक्या । सदाचारप्रवृत्ति विना धर्मस्याऽऽराधना न भवति । सदाचारप्रवृत्तिं विना कृता धर्माराधना व्यभिचारिण्या कृतेनोपवासेन तुल्या भवति । व्यभिचारिणी व्यभिचाराऽऽसेवनेन पापं करोति । यदि सोपवासं करोति तयपि सा धार्मिका न भवति । तस्या उपवासमात्रेण न कोऽपि तां धार्मिकां मन्यते । प्रत्युत सर्वे तामुपहसन्ति । यतस्तया कृत उपवासः केवलं बाह्याऽडम्बररूप एव । वस्तुतो व्यभिचारप्रवृत्तत्वात्तस्या जीवने धर्मसारो न विद्यते । सा स्वपापक्रियायाः प्रच्छादनार्थं कपटवृत्त्योपवासं करोति । इत्थं व्यभिचारिण्या कृत उपवासो न शोभते । एवं सदाचारप्रवृत्तिं विना कृतो धर्मो बाह्याडम्बररूपो भवति । वस्तुतः सदाचारप्रवृत्त्यभावात्स निःसारो भवति । स धर्मः केवलं स्वासदाचारप्रच्छादनार्थं क्रियते । जनेषु स्वात्मानं धार्मिकत्वेन प्रथयितुं स क्रियते । सदाचारप्रवृत्तिं विना कृतो धर्मः कपटवृत्तिः । सदाचारप्रवर्तनं विना धर्मस्याऽऽराधकः प्रवचनोपघातकः, यतस्तं दृष्ट्वा जना एवं चिन्तयेयुः - 'अयं धार्मिकोऽपि सन्नसदाचारेषु प्रवृत्तः । ततोऽस्मिन्दर्शने सर्वेऽपीदृशा एव स्युः । ततोऽयं धर्मो न समीचीनः ।' इति । इत्थं विचार्य ते તેથી ધર્મને ઇચ્છનારાએ પહેલા સદાચારમાં પ્રવર્તવું જોઈએ. પછી જ ધર્મની આરાધના શક્ય બને છે. સદાચાર કર્યા વિના ધર્મની આરાધના થતી નથી. સદાચાર વિના કરાયેલી ધર્મારાધના વ્યભિચારિણી સ્ત્રીએ કરેલા ઉપવાસ જેવી છે.
વ્યભિચારિણી સ્ત્રી પાપ કરે છે. જો તે ઉપવાસ કરે તો પણ તે ધાર્મિક બનતી નથી. તેણીના ઉપવાસ કરવા માત્રથી કોઈ પણ તેણીને ધાર્મિક માનતું નથી. ઊલટું બધા તેણીનો ઉપહાસ કરે છે, કેમકે તેણીનો ઉપવાસ માત્ર બાહ્ય આડંબર રૂપ જ છે. હકીકતમાં વ્યભિચારમાં પ્રવૃત્ત હોવાથી તેણીના જીવનમાં ધર્મ નથી. તે પોતાના પાપને ઢાંકવા કપટવૃત્તિથી ઉપવાસ કરે છે. આમ વ્યભિચારી સ્ત્રીએ કરેલો ઉપવાસ શોભતો નથી. એમ સદાચાર વિના કરાયેલો ધર્મ બાહ્ય આડંબરરૂપ છે. હકીકતમાં સદાચારમાં પ્રવૃત્તિ ન હોવાથી તે ધર્મ નિઃસાર છે. તે ધર્મ માત્ર પોતાના ખરાબ આચારને ઢાંકવા કરાય છે. લોકોમાં પોતાને ધર્મી કહેવડાવવા માટે તે કરાય છે. સદાચાર વિના કરાયેલો ધર્મ કપટવૃત્તિ છે. સદાચાર વિના ધર્મ કરનારો જિનશાસનની હીલના કરે છે, કેમકે તેને જોઈને લોકો એમ વિચારે કે, “આ ધર્મી પણ ખરાબ આચારો કરે છે. માટે આ ધર્મમાં બધા ય આવા જ હોવા જોઈએ. માટે આ ધર્મ