________________
४५०
यदा चित्तदेहेन्द्रियाणि मृतप्रायाणि तदा सुखं पक्वम्
योगसार: ५/४
न करोतीति तन्मृतप्रायमुच्यते । मृतकस्य कोऽपि नरश्चिन्तां न करोति । तस्य पोषणेन स न तुष्यति । तस्य छेदनेन स न खिद्यते । यदि जीवः शरीरस्य चिन्तां न करोति, तस्य पुष्टौ स न तुष्यति, तस्य हानौ स न दीनीभवति तर्हि शरीरं मृतप्रायं भवति । शरीरे विद्यमानेऽपि जीवस्य तत्र निःसङ्गत्वान्निःस्पृहत्वाच्च तन्मृतप्रायमुच्यते । मृतक इष्टानिष्टेषु प्रवृत्तिनिवृत्ती न करोति, नापीष्टप्राप्त्यर्थमनिष्टपरिहारार्थं च यतते । यदीन्द्रियाणि शुभाशुभेषु विषयेषु प्रवृत्तिनिवृत्ती न कुर्वन्ति, जीव इष्टविषयप्राप्त्यर्थमनिष्टविषयपरिहारार्थञ्च न प्रयतते तर्हीन्द्रियाणि मृतप्रायाणि भवन्ति । इन्द्रियेषु विद्यमानेष्वपि जीवस्य तद्विषयेष्वप्रवर्त्तनात्तानि मृतप्रायाणीत्युच्यन्ते । इत्थं यदा चित्तशरीरेन्द्रियाणि मृतप्रायाणि भवन्ति तदाऽऽत्मानन्दः पक्त्रिमो भवति । यदा फलमामतां त्यजति तदा पक्कं भवति । एवं यदा जीवश्चित्तदेहेन्द्रियलालनपालनरूपामामतां त्यजति तदाऽऽत्मानन्दः पक्वो भवति । स चात्मस्वरूपभूतः । जीवस्तस्मिन्लीनो भवति । चित्तदेहेन्द्रियाणि बाह्यानि । यदाऽऽत्मा तेषां चिन्तां त्यजति तदा तानि मृतप्रायाणि भवन्ति । ततश्चात्मनोऽन्तरङ्गः सहजानन्दः प्रादुर्भवति ॥४॥ પોતાનું કાર્ય ન કરતું હોવાથી તે મૃતપ્રાયઃ કહેવાય છે. મડદાંની કોઈ પણ માણસ ચિંતા કરતું નથી. તેના પોષણથી તે ખુશ થતું નથી. તેને છેદવાથી તેને ખેદ થતો નથી. જો જીવ શરીરની ચિંતા ન કરે, તેની પુષ્ટિમાં તે ખુશ ન થાય, તેની હાનિમાં તે દીન ન થાય તો શરીર મૃતપ્રાયઃ બને છે. શરીર હોવા છતાં પણ જીવનો તેનામાં સંગ કે સ્પૃહા ન હોવાથી તે મૃતપ્રાયઃ કહેવાય છે. મડદું ઇષ્ટ અને અનિષ્ટમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ કરતું નથી. તે ઇષ્ટને મેળવવા કે અનિષ્ટને છોડવા પ્રયત્ન કરતું નથી. જો ઇન્દ્રિયો શુભ-અશુભ વિષયોમાં પ્રવૃત્તિ-નિવૃત્તિ ન કરે, જીવ ઇષ્ટ વિષયોને મેળવવા અને અનિષ્ટ વિષયોને છોડવા પ્રયત્ન ન કરે તો ઇન્દ્રિયો મૃતપ્રાયઃ બને છે. ઇન્દ્રિયો વિદ્યમાન હોવા છતાં પણ જીવ તેના વિષયોમાં પ્રવર્તતો ન હોવાથી ઇન્દ્રિયો મૃતપ્રાયઃ કહેવાય છે. આમ જ્યારે મન, શરીર અને ઇન્દ્રિયો મૃતપ્રાયઃ બને છે, ત્યારે આત્માનો આનંદ પાકી જાય છે. જ્યારે ફળ કચાશને છોડે છે ત્યારે તે પાકે છે. એમ જ્યારે જીવ મન, શરીર, ઇન્દ્રિયના લાલન-પાલનરૂપ કચાશને છોડે છે, ત્યારે આત્માનો આનંદ પાકે છે. તે પાકેલો આત્માનો આનંદ આત્માના સ્વરૂપ સમાન છે. જીવ તેમાં લીન થાય છે. મન-શરીર-ઇન્દ્રિયો બાહ્ય છે. જ્યારે આત્મા તેમની ચિંતા છોડે છે, ત્યારે તે મન-શરીર-ઇન્દ્રિયો મૃતપ્રાયઃ બને છે. તેથી આત્માનો અંદરનો સહજ આનંદ પ્રગટે છે. (૪)