________________
चित्तनिरोधस्योपायः ।
योगसार: ५/७
-
पद्मया वृत्तिः - बन्द्यादिदुःखिनाम् - बन्दी - कारागृहे क्षिप्तः, स आदौ येषां रज्जुबद्ध-निगडितादीनामिति बन्द्यादय:, ते च ते दुःखिन: - पीडिताश्चेति बन्द्यादिदुःखिनः, तेषाम्, कष्टाम् – पीडाकारिणीम्, दिनातिवाहिकाम् - दिनस्य-दिवसस्यातिवाहिकाअतिक्रमणमिति दिनातिवाहिका, ताम्, दृष्ट्वा प्रेक्ष्य, तपन् - प्रतिकूलतासहनरूपं तपः कुर्वन्, एकान्तमौनाभ्याम् - एकान्तः - प्रतिरिक्तस्थानवासः, मौनम् - अभाषणरूपं पुद्गलेष्वप्रवृत्तिरूपञ्च, एकान्तश्च मौनञ्चेति एकान्तमौने, ताभ्याम्, रुद्धम् - वशीकृतम्, चित्तम् - मनः स्थिरीकुरु - निश्चलीकुरु ।
४६०
-
अपराधिनः कारागृहे क्षिप्यन्ते । तत्र ते विविधाः पीडाः सहन्ते । बाह्यजगति महाबलवन्तोऽतिशक्तिमन्तश्च सन्ति । कारागृहे क्षिप्तास्ते पराधीना भवन्ति । कारागृहे ते एकान्ते क्षिप्यन्ते । बाह्यजगति तु ते विशालपरिवारा: सन्ति । कारागृहे तैरेकान्तवासः सोढव्यः । ते स्वेच्छया कुत्रचिदपि गन्तुं न शक्नुवन्ति । ते भारवहनादिकष्टदायककार्याणि कार्यन्ते । दुःखं सोढ्वाऽपि तैस्तत्सर्वं कर्त्तव्यम् । तैः किमपि न प्रतिवक्तव्यम् । तैराक्रोशो न कर्त्तव्यः । तैः परुषं न भाषणीयम् । यदि ते आक्रोशं कुर्वन्ति तर्हि नियोगिनस्तान्दण्डकशादिभिस्ताडयन्ति । ते तान्नानोपायैस्तुदन्ति । तेऽपराधिनः काराया निर्गन्तुमपि न शक्नुवन्ति नापि नियोगिनां तद्दत्तपीडानां वा प्रतिकारं कर्तुं शक्नुवन्ति । तूष्णीकीभूय तैः सर्वं सोढव्यम् । ते सम्पूर्णं दिनं यावदेतदुःखं सहन्ते । तेषां दिनानि I
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - અપરાધીઓ કેદખાનામાં નંખાય છે. ત્યાં તેઓ વિવિધ પીડાઓ સહે છે. બહારના જગતમાં તેઓ ખૂબ બળવાન અને શક્તિશાળી હોય છે. કેદખાનામાં નંખાયેલા તેઓ પરાધીન થાય છે. કેદખાનામાં તેઓ એકાન્તમાં નંખાય છે. બહારના જગતમાં તો તેઓ વિશાળ પરિવારવાળા છે. કેદખાનામાં તેમણે અનેકાંતવાસ સહન કરવો પડે છે. તેઓ પોતાની ઇચ્છાથી ક્યાંય જઈ શકતા નથી. તેમની પાસે ભાર ઉંચકાવવો વગેરે કષ્ટદાયક કાર્યો કરાવાય છે. દુઃખ વેઠીને પણ તેમણે તે બધું કરવું પડે છે. તેમનાથી સામું બોલાય નહીં, તેમનાથી આક્રોશ કરાય નહીં, તેમનાથી કઠોર વચનો બોલાય નહીં. જો તેઓ આક્રોશ કરે તો અમલદારો તેમને લાકડી, ચાબૂક વગેરેથી મારે છે. તેઓ તેમને વિવિધ ઉપાયોથી મારે છે. તે અપરાધીઓ કેદખાનામાંથી નીકળી પણ શકતા નથી કે અમલદારોનો કે તેમણે આપેલી પીડાઓનો પ્રતિકાર પણ કરી શકતા નથી. મૂંગા થઈને તેમણે બધું સહન કરવું પડે છે. તેઓ આખો દિવસ આ દુઃખ સહે છે. તેમના દિવસો