________________
योगसारः ५/१० औचित्यं परमो धर्मः
४६९ सर्वेषाम्-समस्तानां प्रियम्-इष्टं कुर्वन्तीति सर्वप्रियङ्कराः, नराः - मनुष्याः, ते - उचितप्रवृत्तिवेत्तारः सर्वप्रियङ्कराश्च, जने - लोके, विरलाः - स्वल्पाः ।
औचित्यं परमो धर्मः । औचित्यं चरमपुद्गलपरावर्तिजीवानां लक्षणम् । उक्तञ्च योगदृष्टिसमुच्चये - 'चरमे पुद्गलपरावर्ते, क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र, यत एतदुदाहृतम् ॥३१॥ दुःखितेषु दयात्यन्त-मद्वेषो गुणवत्सु च । औचित्यात्सेवनं चैव, सर्वत्रैवाविशेषतः ॥३२॥' द्रव्य-क्षेत्र-काल-भावाद्यनुसारेण योग्या प्रवृत्तिरौचित्यम् । औचित्यवेदी कदा किं कर्त्तव्यम् ? इति सर्वं वेत्ति । स तथैव प्रवर्त्तते । स कदाचिदप्यनुचितं न करोति । अन्यस्मिन्मुनौ ग्लाने स्वाध्यायं त्यक्त्वा तस्य वैयावृत्त्यकरणमुचितम् । तदा स्वाध्यायोऽनुचितो ज्ञानावरणकर्मबन्धकश्च । स्वाध्यायमुपेक्ष्य केवलं वैयावृत्त्यकरणमप्यनुचितम् । वैयावृत्त्यं तु कादाचित्कं न सर्वकालभावि । ततो स्वाध्यायमुपेक्ष्य केवलवैयावृत्त्यकारी वैयावृत्त्याऽभावकाले स्वाध्यायमुपेक्ष्य विकथां करोति । अन्ययोगानुपेक्ष्यैकमेव योगं साधयन्ननुचितप्रवृत्तिकारी ज्ञेयः । परस्परसापेक्षभावेन सर्वेऽपि योगा यथौचित्यमासेव्याः। औचित्यवेदी लाभालाभौ जानाति । स बहुलाभकरमल्प
ઔચિત્ય એ શ્રેષ્ઠ ધર્મ છે. ઔચિત્ય એ ચરમ પુદ્ગલપરાવર્તમાં રહેલા જીવનું લક્ષણ છે. યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે - “ચરમ પુદ્ગલપરાવર્તમાં આનો (ભાવમલનો) ક્ષય થાય એ ઘટે છે, કેમકે ત્યાં જીવોનું લક્ષણ આ પ્રમાણે કહ્યું છે. (૩૧) દુઃખીઓને વિષે ખૂબ દયા, ગુણવાનોને વિષે અદ્વેષ અને બધે સમાન રીતે मौयित्यपूर्वनी प्रवृत्ति (३२).' द्रव्य-क्षेत्र--भाव वगैरेने अनुसार योग्य પ્રવૃત્તિ કરવી તે ઔચિત્ય છે. ઔચિત્યને જાણનારો ક્યારે શું કરવું? એ બધું જાણે છે. તે તે પ્રમાણે જ પ્રવર્તે છે. તે ક્યારેય અનુચિત કરતો નથી. બીજા મુનિ બિમાર હોય તો સ્વાધ્યાય છોડી તેની વૈયાવચ્ચ કરવી એ ઉચિત છે. ત્યારે સ્વાધ્યાય કરવો અનુચિત છે અને જ્ઞાનાવરણ કર્મને બંધાવનાર છે. સ્વાધ્યાયની ઉપેક્ષા કરીને માત્ર વૈયાવચ્ચ કરવી પણ યોગ્ય નથી. વૈયાવચ્ચ ક્યારેક કરવાની હોય છે, હંમેશા નહીં. તેથી સ્વાધ્યાયની ઉપેક્ષા કરીને માત્ર વૈયાવચ્ચ કરનાર જ્યારે વૈયાવચ્ચે કરવાની નથી, ત્યારે સ્વાધ્યાયની ઉપેક્ષા કરી વિકથા કરે છે. બીજા યોગની ઉપેક્ષા કરીને એક જ યોગને સાધનારો અનુચિત પ્રવૃત્તિ કરનારો જાણવો. પરસ્પર સાપેક્ષભાવથી બધા ય યોગો ઔચિત્યપૂર્વક સેવવા. ઔચિત્યને જાણનારો