________________
४६४
मसृणं शान्तं प्राञ्जलं मधुरं मृदु च वक्तव्यम्
योगसार: ५/८
I
- तथैव परुषा भाषा, गुरुभूतोपघातिनी, सत्याऽपि सा न वक्तव्या, यतः पापस्याऽऽगमः ॥११॥) प्रेमनिर्भरवचनानि स्निग्धानि सन्ति । द्वेषपूर्णवचनानि परुषाणि सन्ति । मुनिना सदा शमयुक्तानि वचनानि वाच्यानि । तेन कदापि क्रोधाविष्टवचनानि न भाष्याणि । समभावे व्यवस्थितेनोक्तानि वचनानि शान्तानि । क्रोधावेशवशीभूतेन भाषितानि वचनानि क्रोधाविष्टानि । मुनिना सदा सरलवचनानि वक्तव्यानि । तेन कदापि मायायुक्तानि वचनानि न वक्तव्यानि । हृदयस्थभावप्रदर्शकानि वचनानि सरलानिं । अन्तर्भावं निगूह्य बहिरन्यथोच्यमानानि वचनानि मायामिश्रितानि । मुनिना सदा मधुरवचनानि वक्तव्यानि । तेन कदापि तिक्तानि कटूनि वा वचनानि न भाषितव्यानि । येषु वचनेषु भाषितेषु परे मोदन्ते तानि मधुरवचनानि । येषु वचनेषु भाषितेषु परे दूयन्ते तानि तिक्तानि कटूनि वा । उक्तञ्च दशवैकालिकसूत्रे सुवाक्यशुद्धिनामसप्तमाध्ययने- 'तहेव काणं काणे त्ति, पंडगं पंडगे त्ति वा वाहिअं वावि रोगित्ति, तेणं चोरे त्ति नो वए ॥१२॥' (छाया तथैव काणं काण इति, पण्डकं पण्डक इति वा । व्याधितं वापि रोगीति, स्तेनं चौर इति नो वदेत् ॥१२॥) मुनिना सदा मृदुवचनानि वक्तव्यानि । तेन कदापि कठोरवचनानि न वक्तव्यानि। मृदुवचनानि परहितवचनरूपाणि । कठोरवचनानि पराहितवचनरूपाणि
"
I
સ્નેહવાળા હોય છે. દ્વેષથી ભરેલા વચનો કર્કશ હોય છે. સાધુએ હંમેશા શાંત વચનો બોલવા. તેણે ક્યારેય ગુસ્સાવાળા વચનો ન બોલવા. સમભાવમાં રહીને બોલાયેલા વચનો શાંત હોય છે. ગુસ્સો કરીને બોલાયેલા વચનો ગુસ્સાવાળા હોય છે. મુનિએ હંમેશા સરળ વચનો બોલવા. તેણે ક્યારેય પણ માયાવી વચનો ન બોલવા. હૃદયમાં રહેલા ભાવને જણાવનારા વચનો સરળ હોય છે. અંદરનો ભાવ છુપાવીને બહાર બીજી રીતે બોલાતાં વચનો માયાયુક્ત હોય છે. સાધુએ સદા મધુર વચનો બોલવા. તેણે ક્યારેય તીખા કે કડવા વચનો ન બોલવા. જે બોલવાથી બીજા ખુશ થાય તે મીઠા વચનો છે. જે બોલવાથી બીજા દુભાય તે તીખા કે કડવા વચનો છે. દશવૈકાલિકસૂત્રના સુવાક્યશુદ્ધિ નામના સાતમા અધ્યયનમાં કહ્યું છે - ‘તથા કાણાને કાણો એમ ન કહેવું કે નપુંસકને નપુંસક એમ ન કહેવું કે રોગીને રોગી એમ ન કહેવું, ચોરને ચોર એમ ન કહેવું. (૧૨)' સાધુએ હંમેશા કોમળ વચનો બોલવા. તેણે ક્યારેય કઠોર વચનો ન બોલવા. બીજાના હિતના વચનો તે કોમળ વચનો છે.