________________
४४० मुनिर्धर्मं गवेषयति ।
योगसारः ५/१ कर्म - क्रिया, कुरुते - विदधाति, तदा - तस्मिन्काले, तत्र - कर्मणि, सावधानः - सोपयोगः, भवेत् - स्यात् ।
मुनिर्धर्मं गवेषयति । 'वास्तविको धर्मः कुत्र विद्यते ?' इति स सततं चिन्तयति । इतरदर्शनप्रतिपादिताः क्रिया न धर्मरूपाः । सांसारिकपदार्था अपि न धर्मरूपाः । जिनधर्मक्रियोपकरणान्यपि धर्मे सहायभूतानि । तानि धर्मस्य साधनभूतानि, न साध्यभूतधर्मरूपाणि । साध्यभूतधर्मसाधनत्वात्तान्युपचाराद् धर्म इत्युच्यन्ते । वास्तविको धर्मः स्वात्मन्येव विद्यते । निर्लेपभावेन जगद्रष्टत्वमात्मनो धर्मः । यद्यात्मा स्वं कर्तारं मत्वा जगतः पदार्थेषु प्रसङ्गेषु च रागद्वेषाभ्यां प्रवर्तते तर्हि स धर्माच्च्यवते । इत्थं धर्मस्य तात्त्विकं स्वरूपं विचिन्त्य मुनिस्तं तात्त्विकं धर्ममाराधयितुं प्रयतते । स न केवलं धर्मस्य बाह्यक्रियाकलापेष्वेव रज्यति । बाह्यक्रियाकलापा धर्मस्य साधनरूपाः । तैस्तात्त्विको धर्मः साध्यः । धर्मस्य बाह्यक्रियाकलापोपकरणानि न त्यक्तव्यानि नापि तेषु मोहः कर्तव्यः । तानि साधनभूतानि मत्वा तैस्तात्त्विको धर्मः साध्यः । ततो धर्मान्वेषी मुनिः सर्वक्रियासु सावधानो भवति । शरीरेण प्रवर्त्तमानः स तथा प्रवर्त्तते यथा कुत्रचिदपि तस्य रागद्वेषौ न भवतः । वचसा भाषमाणः स तथा भाषते यथा कुत्रचिदपि तस्याऽऽत्मा
મુનિ ધર્મને શોધે છે. “સાચો ધર્મ ક્યાં છે?' એમ તે સતત વિચારે છે. બીજા દર્શનોમાં બતાવેલી ક્રિયાઓ ધર્મરૂપ નથી. સંસારના પદાર્થો પણ ધર્મરૂપ નથી. જૈનધર્મના ક્રિયા અને ઉપકરણો પણ ધર્મમાં સહાયક છે. તે ધર્મના સાધન છે, સાધ્ય એવા ધર્મરૂપ નથી. સાધ્યધર્મના સાધન હોવાથી તેમને ઉપચારથી ધર્મ કહેવાય છે. સાચો ધર્મ પોતાના આત્મામાં જ છે. નિર્લેપભાવથી જગતને જોવું એ આત્માનો ધર્મ છે. જો આત્મા પોતાને કર્તા માનીને જગતના પદાર્થોમાં અને પ્રસંગોમાં રાગદ્વેષ કરીને પ્રવર્તે તો તે ધર્મને ચૂકી જાય છે. આમ ધર્મનું સાચું સ્વરૂપ વિચારીને મુનિ તે સાચા ધર્મને આરાધવા માટે પ્રયત્ન કરે છે. તે માત્ર ધર્મની બાહ્ય ક્રિયાઓમાં જ રચ્યોપચ્યો રહેતો નથી. બાહ્ય ક્રિયાઓ ધર્મના સાધનરૂપ છે. તેમનાથી સાચો ધર્મ સાધવાનો છે. ધર્મની બાહ્ય ક્રિયાઓ અને ઉપકરણો છોડવાના નથી અને તેમની ઉપર મોહ પણ કરવાનો નથી. તેમને સાધન તરીકે માની તેમનાથી સાચો ધર્મ સાધવાનો છે. તેથી ધર્મને શોધનાર મુનિ બધી ક્રિયાઓમાં સાવધાન બને છે. શરીરથી તે તેવી પ્રવૃત્તિ કરે કે જેથી ક્યાંય પણ તેને રાગદ્વેષ ન થાય. વાણીથી તે