________________
४४३
योगसारः ५/२ सात्त्विको मुनिर्मनः स्थिरीकरोति । कदाचित्तदीाविष्टं भवति । कदाचित्तत्क्रोधाविष्टं भवति । कदाचित्तन्मायाकुलं भवति । कदाचित्तन्मानाकुलं भवति । एवमिष्टानिष्टपदार्थप्रसङ्गान्प्राप्य मनः सदा दोषैर्व्याप्यते । यथा मदिरामत्तः कपिः क्षणमपि स्थिरो न भवति तथेदं मनः सदा दोषैरस्थिरं भवति । अस्थिरं मनो जीवान् संसारे पातयति । उक्तञ्च योगशास्त्रे - 'मनःक्षपाचरो भ्राम्यनपशङ्कं निरङ्कुशः । प्रपातयति संसाराऽऽवर्तगर्ते जगत्त्रयीम् ॥३६१॥' सात्त्विको मुनिस्तात्त्विकं धर्म ज्ञात्वाऽन्तःकरणं स्थिरीकरोति । दोषैरस्थिरं मन आत्मविशुद्धिसम्पादक निश्चयधर्ममाराद्धं न शक्नोति । सात्त्विको मुनिर्भावनाभिरन्तःकरणं भावयति । ततस्तस्य चित्तमिष्टानिष्टपदार्थप्रसङ्गेषु दोषैरस्थिरं न भवति । स सदा मनसो निग्रहं करोति । स स्वीयं मनो मेरुवत्स्थिरं करोति । ततो दोषपवनैस्तन्न विचलति । निश्चयधर्मं जाननेव मुनिर्मनः स्थिरीकर्तुं शक्नोति । अन्ये तु धर्मक्रियासु प्रवर्त्तमाना अपि धर्मार्थमेव विवदन्ते । ततस्ते बाह्यदृष्ट्या धर्माराधकत्वेन भासमाना अपि निश्चयधर्मशून्यत्वान्न भावधर्मस्याऽऽराधकाः किन्तु द्रव्यधर्मस्याऽऽराधकाः । सात्त्विक एव मनः स्थिरीकर्तुं शक्नोति । जगत्यन्यत्सर्वमस्थिरं स्थिरीकर्तुं शक्यते, परन्तु मनसः स्थिरीकरणमतीव છે. ક્યારેક તે ગુસ્સાના આવેશમાં આવે છે. ક્યારેક તે માયા-પ્રપંચો કરે છે. ક્યારેક તે અભિમાનના શિખર ઉપર ચઢી જાય છે. આમ ઈષ્ટ અને અનિષ્ટ પદાર્થો અને પ્રસંગોને પામીને મન હંમેશા દોષોથી ઘેરાયેલું રહે છે. જેમ દારૂ પીધેલ વાંદરો એક ક્ષણ પણ સ્થિર રહેતો નથી, તેમ આ મન હંમેશા દોષોથી અસ્થિર રહે છે. અસ્થિર મન જીવોને સંસારમાં પાડે છે. યોગશાસ્ત્રમાં કહ્યું છે, “અંકુશ વિના ભમતો મનરૂપી રાક્ષસ ત્રણે જગતના જીવોને સંસારરૂપી આવર્તના ખાડામાં શંકા વિના પાડે છે. (૩૬ ૧) સાત્ત્વિક મુનિ સાચા ધર્મને જાણીને મનને સ્થિર કરે છે. દોષોથી અસ્થિર મન આત્માની વિશુદ્ધિ રૂપી નિશ્ચયધર્મને આરાધી શકતું નથી. સાત્વિક મુનિ ભાવનાઓથી મનને ભાવિત કરે છે. તેથી તેનું મન ઇષ્ટ અને અનિષ્ટ પદાર્થો અને પ્રસંગોમાં દોષોથી અસ્થિર થતું નથી. તે હંમેશા મનનો નિગ્રહ કરે છે. તે પોતાના મનને મેરુપર્વતની જેમ સ્થિર કરી શકે છે. બીજા તો ધર્મક્રિયા કરવા છતાં પણ ધર્મ માટે જ ઝગડે છે. તેથી તેઓ બાહ્યદૃષ્ટિથી ધર્મના આરાધક લાગતાં હોવા છતાં પણ નિશ્ચય ધર્મ વિનાના હોવાથી ભાવધર્મના આરાધક નથી, પણ દ્રવ્યધર્મના આરાધક છે. સાત્ત્વિક જીવ જ મનને સ્થિર કરી શકે છે. જગતમાં બીજી બધી અસ્થિર વસ્તુઓ સ્થિર કરી શકાય છે, પણ મનને સ્થિર કરવું બહુ જ મુશ્કેલ છે.