________________
योगसारः ५/१ मुनिः सर्वक्रियासु सावधानीभूय प्रवर्त्तते ।
४४१ रागद्वेषाभ्यां न लिप्यते । मनसा चिन्तयन्स तथा चिन्तयति यथा तस्य चित्तं रागद्वेषाकुलं न भवति । स सर्वाः संयमक्रियाः करोति, परन्तु सदा सर्वत्रोपयोगवान्भवति । स चिन्तयति-कयाचिदपि मम प्रवृत्त्या मया कर्मभिर्दोषैर्वा लिप्तेन न भवितव्यमिति । यत्र मार्गे प्रभूता भषन्तः श्वानः सन्ति तत्र चलन्नरः प्रतिक्षणं सोपयोगो भवति-कोऽपि श्वा मां न भक्षयेदिति । महाटवीमुत्तरन्नरः प्रतिक्षणं सावधानो भवति-कोऽपि श्वापदो मां न हिंस्यादिति । चौराकीर्णक्षेत्रान्निर्गच्छन्सधनो नरः प्रतिक्षणमुपयुक्तो भवति-कोऽपि तस्करो मम धनं न चोरयेदिति । एवं सर्वाः संयमक्रियाः कुर्वन्मुनिः सोपयोगो भवति-दोषतस्करा ममाऽऽन्तरधनं न चोरयेयुः कर्ममेघाश्च ममाऽऽत्मसूर्यं नाऽऽवृणुयुरिति ।
अयमत्र सारः - धर्मसमाराधको मुनिः सर्वक्रियासु सावधानीभूय प्रवर्त्तते ॥१॥ अवतरणिका - धर्मान्वेषी मुनिः सावधानीभूय यत्करोति तद्दर्शयति -
તેવું બોલે કે જેથી ક્યાંય પણ તેનો આત્મા રાગદ્વેષથી ન લેવાય. મનથી તે તેવું વિચારે કે જેથી તેનું મન રાગદ્વેષથી વ્યાકુળ ન થાય. તે બધી સંયમક્રિયાઓ કરે, પણ હંમેશા બધે ઉપયોગવાળો હોય. તે વિચારે કે મારી કોઈપણ પ્રવૃત્તિથી મારે કર્મોથી કે દોષોથી લેપાવું ન જોઈએ. જે રસ્તે ઘણા કૂતરાઓ ભસતા હોય તે રસ્તે ચાલતો માણસ દરેક ક્ષણે ઉપયોગવાળો હોય કે કોઈપણ કૂતરો મને કરડી ન જાય. મોટા જંગલને પાર કરતો માણસ દરેક ક્ષણે સાવધાન હોય કે કોઈપણ જંગલી પશુ મને મારી ન નાખે. ચોરોથી ભરેલા સ્થાનમાંથી નીકળતો ધનવાન માણસ દરેક ક્ષણે ઉપયોગવાળો હોય કે કોઈપણ ચોર મારું ધન ચોરી ન જાય. એમ બધી સંયમક્રિયાઓ કરતો મુનિ ઉપયોગવાળો હોય કે દોષોરૂપી ચોરો મારું અંદરનું ધન લૂંટી ન જાય અને કર્ણોરૂપી વાદળો મારા આત્મારૂપી સૂર્યને ઢાંકી ન દે.
અહીં સાર આ પ્રમાણે છે - તાત્ત્વિક ધર્મની આરાધના કરતો મુનિ બધી ક્રિયાઓમાં સાવધાનીપૂર્વક પ્રવર્તે. (૧)
અવતરણિકા - સાચા ધર્મને શોધનાર મુનિ સાવધાન થઈને જે કરે છે તે બતાવે