________________
४३७
योगसारः ४/४२
सुधर्माराधनफलम् निराधारा, विश्वाधारा वसुन्धरा । यच्चावतिष्ठते तत्र, धर्मादन्यन्न कारणम् ॥९८॥ सूर्याचन्द्रमसावेतौ, विश्वोपकृतिहेतवे । उदयेते जगत्यस्मिन्, नूनं धर्मस्य शासनात् ॥१९॥ अबन्धूनामसौ बन्धु-रसखीनामसौ सखा । अनाथानामसौ नाथो, धर्मो विश्वैकवत्सलः ॥१००॥ रक्षोयक्षोरगव्याघ्र-व्यालानलगरादयः । नापकर्तुमलं तेषां, यैर्धर्मः शरणं श्रितः ॥१०१॥ धर्मो नरकपाताल-पातादवति देहिनः । धर्मो निरुपम यच्छत्यपि सर्वज्ञवैभवम् ॥१०२॥' अतो यूयं सुधर्मं सर्वप्रयत्नैराराधयत । उक्तञ्चाचारोपदेशे श्रीचारित्रसुन्दरगणिभिः - 'पुद्गलानां परावर्ते-दुर्लभं जन्म मानुषम् । लब्ध्वा विवेकिना धर्मे, विधेयः परमादरः ॥७॥' यथाविध्याराधितोऽयं सुधर्मस्तस्मिन्नेव भवे मुक्तिं ददाति । कालादौ प्रतिकूले सति यदि स तद्भवे मुक्तिं न ददाति तॉपि वैमानिकदेवत्वं त्ववश्यं ददाति । यदुक्तमुपदेशमालायाम् - 'एगदिवसंपि जीवो, पव्वज्जमुवागओ अनन्नमणो। जइवि न पावइ मुक्खं, अवस्स वेमाणिओ होइ ॥९०॥' (छाया - एकदिवसमपि जीवः, प्रव्रज्यामुपगतोऽनन्यमनाः । यद्यपि न प्राप्नोति मोक्षं, अवश्यं वैमानिको भवति ॥९०॥) अस्मिन्धर्मे सदैवोद्यमः कर्त्तव्यः, न तु कदाचित् । વિશ્વના આધારભૂત પૃથ્વી જે રહેલી છે, તેમાં ધર્મ સિવાય બીજું કારણ નથી. (૯૮) આ સૂર્ય-ચંદ્ર વિશ્વના ઉપકાર માટે આ જગતમાં ઊગે છે. તે નક્કી ધર્મની આજ્ઞાથી. (૯૯) બંધુ વિનાનાઓનો બંધુ, મિત્ર વિનાનાઓનો મિત્ર, અનાથોનો નાથ, વિશ્વમાં એકમાત્ર વાત્સલ્યવાળો આ ધર્મ છે. (૧૦૦) જેમણે ધર્મનું શરણું સ્વીકાર્યું છે. તેમની ઉપર રાક્ષસ, યક્ષ, સર્પ, વાઘ, હાથી, અગ્નિ, ઝેર વગેરે અપકાર કરી શકતા નથી. (૧૦૧) ધર્મ જીવોને નરકરૂપી પાતાળમાં પડતાં બચાવે છે. ધર્મ નિરુપમ એવા સર્વજ્ઞના વૈભવને પણ આપે છે. (૧૦૨)' માટે તમે બધા પ્રયત્નો કરીને સદ્ધર્મની આરાધના કરો. આચારોપદેશમાં શ્રીચારિત્રસુંદરગણિજીએ કહ્યું છે, “ઘણા પુદ્ગલપરાવર્તે પછી દુર્લભ એવો મનુષ્યજન્મ પામીને વિવેકીએ ધર્મમાં શ્રેષ્ઠ આદર કરવો જોઈએ. (૭)” વિધિપૂર્વક આરાધાયેલો આ ધર્મ તે જ ભવમાં મોક્ષ આપે છે. કાળ વગેરે પ્રતિકૂળ હોવાથી જો તે તે ભવમાં મોક્ષ ન આપે, તો પણ વૈમાનિકદેવપણું તો અવશ્ય આપે છે. ઉપદેશમાળામાં કહ્યું છે – “ભાવપૂર્વક એક દિવસ પણ ચારિત્ર પામેલો જીવ જો મોક્ષ ન પામે તો અવશ્ય વૈમાનિક થાય. (૯૦)' આ ધર્મમાં હંમેશા ઉદ્યમ કરવો, ક્યારેક નહીં. જે વેપારમાં ક્ષણે ક્ષણે કરોડ સોનામહોર મળે, તેમાં કોણ એક ક્ષણનો પણ પ્રમાદ કરે. સદ્ધર્મની આરાધનાથી