________________
प्रतिस्त्रोतस्तरणेन धर्मः साध्यः
४३३
योगसार: ४/४१ सेवनतत्पराः। ततो यदि जनानां चेष्टितं दृश्येत तर्हि शीलाङ्गपालनं दुष्करं भवेत् । जनाः संसारपातानुकूलेन स्रोतसा गच्छन्ति । यदि शीलाङ्गानि पालनीयानि तर्हि लोकचेष्टितं न मनसि कर्त्तव्यम् । शीलाङ्गानां पालनं लोकचेष्टितरूपस्रोतसः प्रतिकूलम् । तल्लोकचेष्टिताद्विपरीतम् । ततस्तन्निःसत्त्वेनाऽसाध्यम् । निःसत्त्वस्तन्नाऽऽरभते । आरब्धे सत्यपि सोऽतिचारान्सेवते । स तद्विराधयति । सात्त्विक एव शीलाङ्गान्यखण्डितानि पालयति । तस्य चित्तं सत्त्वेन भृतम्। ततः कस्मिँश्चिदपि विघ्ने आगते स शीलाङ्गानि न विराधयति । स यावज्जीवं गृहीतशीलाङ्गानि वहति । स प्राणत्यागेनाऽपि तानि पालयति । एवं सात्त्विकीभूय प्रतिस्रोतस्तरणेन शीलाङ्गपालनरूपः सर्वविरतिधर्मोऽनुष्ठेयः । इत्थं सात्त्विको दुर्लभं मानुष्यं प्राप्य लोकोत्तरं फलं लभते ।
अयमत्र सारः-दुर्लभं मानुष्यं प्राप्य लोकोत्तरफलप्राप्त्यै सात्त्विकीभूय सर्वविरतिधर्मः पालनीयः ॥ ४१ ॥
એવા ક્રોધ વગેરેને સેવવામાં તત્પર છે. તેથી જો લોકોનું વર્તન જોવાય તો શીલાંગોનું પાલન મુશ્કેલ લાગે. લોકો સંસારમાં પડવાને અનુકૂળ પ્રવાહથી જાય છે. જો શીલાંગો પાળવા હોય તો લોકોનું વર્તન મનમાં ન લાવવું. શીલાંગો પાળવા એટલે લોકોના વર્તનરૂપી પ્રવાહની સામે તરવા બરાબર છે. શીલાંગો પાળવા એ લોકોના વર્તનથી વિપરીત છે. તેથી નિઃસત્ત્વ વ્યક્તિ શીલાંગો પાળી શકતો નથી. તે શીલાંગોને પાળવાનું શરૂ કરતો નથી. શરૂ કરે તો પણ તે અતિચારોને સેવે છે. તે શીલાંગોની વિરાધના કરે છે. સાત્ત્વિક જ શીલાંગોનું અખંડ પાલન કરે છે. તેનું મન સત્ત્વથી ભરેલું હોય છે. તેથી કોઈપણ વિઘ્ન આવે છતે તે શીલાંગોની વિરાધના કરતો નથી. ગ્રહણ કરેલા શીલાંગોને તે જીવનના છેડા સુધી પાળે છે. તે પ્રાણના ભોગે પણ તેમને પાળે છે. આમ સાત્ત્વિક થઈને પ્રવાહની સામે તરીને શીલાંગોને પાળવારૂપ સર્વવિરતિ ધર્મનું આચરણ કરવું. આમ સાત્ત્વિક વ્યક્તિ જ દુર્લભ એવા મનુષ્યભવને પામીને લોકોત્તર ફળને મેળવે છે.
અહીં સાર આ પ્રમાણે છે - દુર્લભ એવું મનુષ્યપણું પામીને લોકોત્તર ફળને મેળવવા સાત્ત્વિક થઈને સર્વવિરતિ ધર્મનું પાલન કરવું. (૪૧)