________________
शृगालवृत्तिः
योगसार : ४/२१
हीनसत्त्वाः शृगालवृत्तिमवलम्बन्ते । शृगालो भीरुः । सोऽधिकशक्तिमद्भ्यः पशुभ्यो बिभेति । स शत्रोः पलायते । स स्वोदरपूरणार्थं स्वयं न प्रयतते, परन्त्वन्यैर्निहतानां पशूनां मांसमत्ति । सिंहेनाऽर्धं भुक्त्वा त्यक्तमुच्छिष्टं मांसं स भुङ्क्ते । स स्वयं न पराक्रमते । विनाऽऽयासेनाऽऽजीविका निर्वाह्येति तस्य जीवनमन्त्रं भवति । स कातरो भवति ।
३७४
शृगालवृत्तिमाचरन्मुनिः शृगालवच्चेष्टते । स उपसर्गपरीषहकर्मान्तरशत्रुभ्यो बिभेति। स तेषां हननाय न प्रयतते, परन्तु तेभ्यः पलायते । स निर्दोषभिक्षाप्राप्त्यर्थं न प्रयतते, परन्तु यथाकथञ्चिल्लब्धां दोषदुष्टामपि भिक्षां भुङ्क्ते । गृहस्थेनाऽभ्याहतामपि भिक्षां भुङ्क्ते । गृहस्थेन साधुमुद्दिश्यैवोपस्कृतां भिक्षां स भुङ्क्ते । दोषा हेया इति तस्य लक्ष्यं न भवति, परन्त्वायासः कथं हेय इत्येव स सततं चिन्तयति । स कातरो भवति ।
इत्थमागमे मुनीनां द्वे वृत्ती प्रतिपादिते । हीनसत्त्वो मुनिः सैंहीवृत्तेर्नाम श्रुत्वाऽपि बिभेति । सैंहीवृत्तिस्तस्मै न रोचते । सा तस्याशक्याऽऽभाति । तस्या आचरणं तु स
ઓછા સત્ત્વવાળા જીવો શિયાળવૃત્તિને આચરે છે. શિયાળ ડરપોક હોય છે. તે વધુ શક્તિવાળા પશુઓથી ડરે છે. તે શત્રુથી ભાગે છે. તે પોતાનું પેટ ભરવા પોતે પ્રયત્ન કરતો નથી, પણ બીજા પશુઓએ હણેલા પશુઓનું માંસ ખાય છે. સિંહે અડધું ખાઈને મૂકી દીધેલા એંઠા માંસને તે ખાય છે. તે પોતે પરાક્રમ કરતો નથી. મહેનત વિના આજીવિકા ચલાવવી એ તેનો જીવનમંત્ર છે. તે કાયર હોય છે.
શિયાળવૃત્તિને આચરતો મુનિ શિયાળ જેવું વર્તન કરે છે. તે ઉપસર્ગો-પરીષહોકર્મો-અંદરના શત્રુઓથી ડરે છે. તે તેમને હણવા માટે પ્રયત્ન કરતો નથી, પણ તેમનાથી ડરીને ભાગે છે. તે નિર્દોષ ભિક્ષા મેળવવા પ્રયત્ન કરતો નથી, પણ ગમે તે રીતે મળેલી દોષિત ભિક્ષાને પણ વાપરે છે. ગૃહસ્થે સામેથી લાવેલી ભિક્ષાને પણ તે વાપરે છે. ગૃહસ્થે સાધુને ઉદ્દેશીને જ બનાવેલી ભિક્ષાને તે વાપરે છે. દોષો દૂર કરવા – એ તેનું લક્ષ્ય હોતું નથી, પણ મહેનત કેમ ઓછી થાય ? એ જ તે સતત વિચારે છે. તે કાયર હોય છે.
-
આમ આગમમાં મુનિની બે વૃત્તિઓ બતાવી છે. અલ્પસત્ત્વવાળો મુનિ સિંહવૃત્તિનું નામ પણ સાંભળીને ડરે છે. સિંહવૃત્તિ તેને ગમતી નથી. તે તેને અશક્ય લાગે છે. તેનું આચરણ તો તે જરા ય કરતો નથી. તે શિયાળવૃત્તિને જ