________________
लोकेऽपि सात्त्विकेनैव परवाहिनी जीयते
योगसार: ४/३५
४१०
सर्वत्र सात्त्विको नर एव सफलो भवति । स कुत्रचिदपि न मुह्यति । स कुत्रचिदपि न स्खलति । स सर्वत्र विजयं लभते । स दुर्जेयामपि शत्रुसेनां जयति । स महासमुद्रमपि बाहुभ्यां तरति । स उत्तुङ्गपर्वतशिखराण्यप्यारोहति । स समुद्रतलं प्रविश्य रत्नानि निष्कासयति । स जलचरेभ्यो न बिभेति । स महाटवीमपि सुखेनोल्लङ्घयति । स दुष्टश्वापदेभ्योऽपि न बिभेति । स स्वपौरुषेण श्वापदानपि निहन्ति । स दुःशक्यमशक्यं वा कार्यमपि साधयति । किं बहुना ? सात्त्विकस्य जगति न किमपि दुष्करम् । सत्त्वहीनास्तु शत्रुसैन्याद्बिभ्यति । ते शत्रुसैन्यं दृष्ट्वैव पलायन्ते । ते शत्रुभ्यो भीत्वा तीव्रवेगेन नश्यन्ति । तेषां स्वजीवनं प्रियम्, न तु शत्रुजयः । ततः शत्रुं बलवन्तं ज्ञात्वा ते स्वप्राणरक्षणार्थं स्वकृतशत्रुजयप्रतिज्ञां विस्मृत्य शीघ्रं निर्भयं स्थानं प्राप्नुवन्ति । सात्त्विकस्त्वेक एव सर्वं शत्रुसैन्यं निहन्ति । यस्तीव्रतरवेगेन धावति स उद्धूलिक उच्यते । उद्गता धूलिका यस्मात्स उद्धूलिकः । तस्य तीव्रतरवेगेन धावनाद्धूलिकोद्गच्छति ।
એવું નથી, પણ લોકમાં પણ તેનું મહત્ત્વ છે. લોકમાં પણ બધે સાત્ત્વિક માણસ જ સફળ થાય છે. તે ક્યાંય મુંઝાતો નથી. તે ક્યાંય અટકતો નથી. તે બધે વિજય મેળવે છે. તે મુશ્કેલીથી જિતાય એવી દુશ્મનની સેનાને જીતે છે. તે મોટા સમુદ્રને પણ બાહુથી તરે છે. તે મોટા પર્વતોના શિખરો ઉપર પણ ચઢે છે. તે સમુદ્રના તળિયે પેસીને રત્નો કાઢે છે. તે જલચરોથી ડરતો નથી. તે મોટા જંગલને પણ સુખેથી ઓળંગે છે. તે દુષ્ટ જંગલી પશુઓથી પણ ડરતો નથી. તે પોતાના પરાક્રમથી જંગલી પશુઓને પણ હણે છે. તે મુશ્કેલીથી થઈ શકે એવું કે અશક્ય કામ પણ કરે છે. વધુ તો શું કહેવું ? સાત્ત્વિક માટે જગતમાં કંઈ પણ કાર્ય મુશ્કેલ નથી. અલ્પસત્ત્વવાળા જીવો શત્રુના સૈન્યથી ડરે છે. તેઓ શત્રુઓના સૈન્યને જોઈને જ ભાગી જાય છે. તેઓ શત્રુઓથી ડરીને બહુ ઝડપથી ભાગે છે. તેમને પોતાનું જીવન પ્રિય હોય છે, શત્રુઓ ઉપરનો વિજય નહીં. તેથી શત્રુને બળવાન જાણીને તે પોતાના પ્રાણોની રક્ષા માટે પોતે કરેલી શત્રુઓ ઉપર વિજય મેળવવાની પ્રતિજ્ઞાને ભૂલીને જલ્દીથી નિર્ભયસ્થાનને પામે છે. સાત્ત્વિક તો એક્લો જ શત્રુના સંપૂર્ણ સૈન્યને હણે છે. જે ઝડપથી દોડે તે ઉદ્ધૃલિક (દોડવીર) કહેવાય છે. જેના દોડવાથી ધૂળ ઊડે તે ઉદ્ધૃલિક. તેના ખૂબ ઝડપથી દોડવાથી ધૂળ ઊડે છે. જે અલ્પસત્ત્વવાળા જીવો દુશ્મનના સૈન્યના ડરથી ભાગે છે, તેઓમાં જો કોઈ દોડવીર હોય તો તે પણ