________________
४०८ भव्या अभव्याश्च
योगसारः ४/३४ जातिमात्रेण भव्याः । तत्राऽभव्या जातिमात्रेण भव्याश्च कदाचिदपि मुक्तिं न प्राप्नुवन्ति । उक्तञ्च पञ्चाशकप्रकरणे - 'भव्वा वि एत्थ णेया, जे आसन्ना ण जाइमेत्तेणं । जमणाइ सुए भणियं, एयं ण उइट्ठफलजणगं ॥३/४७॥' (छाया - भव्या अप्यत्र ज्ञेयाः, ये आसन्ना न जातिमात्रेण । यदनादिश्रुते भणितमेतन्न तु इष्टफलजनकम् ॥३/४७।।) पञ्चाशकटीकायां श्रीअभयदेवसूरिभिरप्युक्तम् - 'सर्वभव्यानां निर्वाणाऽप्राप्तेरिति गाथार्थः ॥३/४७॥' 'भव्याः सर्वेऽवश्यं मुक्ति प्राप्नुवन्ति' इति न कोऽपि नियमः । परन्तु 'ये मुक्तिं प्राप्नुवन्ति तेऽवश्यं भव्या एव' इति नियमोऽस्ति । उक्तञ्चाध्यात्मसारे - 'नैतद्वयं वदामो यद् भव्यः सर्वोऽपि सिध्यति । यस्तु सिध्यति सोऽवश्यं, भव्य एवेति नो मतम् ॥१३/७२॥' इत्थं सर्वजीवेभ्यः केचन भव्या एव मुक्तिं प्राप्नुवन्ति । शेषाः सर्वे जीवाः संसारे एव भ्रमन्ति । इत्थं सर्वे जीवा न मोक्षं प्राप्नुवन्ति । ततः संसारः कदाचिदपि जीवै रिक्तो न भवति । तत इदं सिध्यति – 'सत्त्वं साधनां च विना मुक्तिर्न भवतीति । यद्येवमेव सुखेनैव मुक्तिः स्यात्तर्हि सर्वजीवानां જવાની સામગ્રી ક્યારેય મળતી નથી તે જાતિમાત્રથી ભવ્ય છે. તેમાં અભવ્ય અને જાતિમાત્રથી ભવ્ય ક્યારેય પણ મોક્ષે જતા નથી. પંચાશકપ્રકરણમાં કહ્યું છે, “અહીં ભવ્યો પણ જે પરમપદની નજીક છે તે જ આ શ્રેષ્ઠ વંદનાને પામે છે. ભવ્ય જાતિમાત્રથી ભવ્યો આ વંદનાને પામતાં નથી. કારણ કે સિદ્ધાંતમાં ભવ્યત્વને અનાદિકાલીન કહ્યું છે. વિદ્યમાન પણ ભવ્યત્વ ઇષ્ટફળને ઉત્પન્ન કરનારું થતું નથી. (૩/૪૭)” પંચાશકપ્રકરણની ટીકામાં શ્રીઅભયદેવસૂરિજીએ પણ કહ્યું છે, બધા ભવ્ય જીવોને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. (૩/૪૭)” “ભવ્ય બધા અવશ્ય મોક્ષમાં જાય' એવો કોઈ પણ નિયમ નથી. પણ જેઓ મોક્ષે જાય છે, તેઓ અવશ્ય ભવ્ય જ હોય છે” એવો નિયમ છે. અધ્યાત્મસારમાં કહ્યું છે, “અમે એમ કહેતા નથી કે બધા ભવ્યો સિદ્ધ થશે, જે સિદ્ધ થાય છે તે અવશ્ય ભવ્ય જ હોય છે એ અમારો મત છે. (૧૩/૭૨)” આમ બધા જીવોમાંથી કેટલાક ભવ્ય જીવો જ મોક્ષે જાય છે. બાકી બધા જીવો સંસારમાં જ ભમે છે. આમ બધા જીવો મોક્ષે જતાં નથી. તેથી સંસાર ક્યારે પણ જીવોથી ખાલી થતો નથી. તેથી આ સિદ્ધ થાય છે કે સત્ત્વ અને સાધના વિના મોક્ષ ન થાય. જો એમને એમ જ સુખેથી મોક્ષ થાય તો બધા જીવો મોક્ષમાં જવાની અને સંસાર ખાલી થઈ જવાની આપત્તિ આવે.