________________
४१८
धैर्यगाम्भीर्यौदार्यादिगुणशालिनः स्वल्पाः
योगसार : ४ / ३८
1
स्थाप्यन्ते । जना उपलान्न वाञ्छन्ति, परन्तु रत्नान्येव । एवं जगति दोषवन्तः प्रभूताः, सात्त्विकगुणवन्तस्तु स्तोकाः । दोषवन्तः सर्वत्र निष्फला भवन्ति । सात्त्विकगुणवन्तः सर्वत्र सफला भवन्ति । दोषवतो जना नाभिलषन्ति । सात्त्विकगुणवन्त एव पूज्या भवन्ति । ततो गतानुगतिकैर्न भवितव्यम्, परन्तु वस्तुतत्त्वं विचार्य सात्त्विकगुणार्जनाय प्रयतनीयम् । धैर्यगाम्भीर्यगुणानां स्वरूपं पूर्वं त्रिंशत्तमश्लोकवृत्तौ प्रतिपादितम् । अतोऽत्र भूयस्तदर्थमस्माभिर्न प्रयासः क्रियते । औदार्यस्य स्वरूपं दर्शयामः । औदार्यं हृदयस्य विशालता । उक्तञ्च षोडशकप्रकरणे श्रीहरिभद्रसूरिभिः - 'औदार्यं कार्पण्यत्यागाद्विज्ञेयमाशयमहत्त्वम् । गुरुदीनादिष्वौचित्यवृत्ति कार्ये तदत्यन्तम् ॥४ / ३॥ ' उदार: कुत्रचिदपि सङ्कुचितो न भवति । उदारः स्वधन - -બુદ્ધિ-સમય-સામગ્રી-મોનન-જ્ઞાનાવીનાં दानं करोति, सोऽन्येभ्यो प्रभूतं दत्ते । स स्वार्थं न पश्यति । स सर्वं विश्वं स्वकुटुम्बतुल्यं मन्यते । स कस्मिँश्चिदपि शुभे कार्येऽन्यान्पुरस्कृत्यान्यैश्च सह प्रवर्त्तते । जगति पदार्थाः सुलभाः, गुणास्तु दुर्लभाः । जगति शक्तिमन्तः प्रभूताः, धीरास्तु स्तोकाः । जगति विद्वांसः प्रभूताः, गम्भीरास्तु स्तोकाः । जगति धनवन्तः प्रभूताः, उदारास्तु स्तोकाः ॥ ३८ ॥ જગતમાં દોષવાળા ઘણા છે, સાત્ત્વિક ગુણવાળા તો થોડા છે. દોષવાળા બધે નિષ્ફળ થાય છે. સાત્ત્વિક ગુણવાળા બધે સફળ થાય છે. લોકો દોષવાળાને ઇચ્છતાં નથી. સાત્ત્વિક ગુણવાળા જ પૂજ્ય બને છે. માટે ગતાનુગતિક ન થવું, પણ વાસ્તવિકતાને વિચારીને સાત્ત્વિક ગુણોને મેળવવા પ્રયત્ન કરવો. ધૈર્ય અને ગંભીરતા ગુણોનું સ્વરૂપ પહેલા ત્રીસમા શ્લોકના વિવેચનમાં કર્યું છે. માટે અહીં ફરી તેની માટે અમે પ્રયાસ કરતા નથી. ઉદારતાનું સ્વરૂપ બતાવીએ છીએ. ઉદારતા એટલે મનની વિશાળતા. ષોડશકપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિજીએ કહ્યું છે, ‘કૃપણતાના ત્યાગથી થતું આશયનું મોટાપણું એ ઔદાર્ય છે. કાર્ય આવે ત્યારે તે ગુરુ, દીન વગેરેને વિષે અત્યંત ઔચિત્યપૂર્વકના વર્તનવાળું હોય. (૪/૩)' ઉદાર વ્યક્તિ ક્યાંય સાંકડો ન હોય. ઉદાર માણસ પોતાના ધન, બુદ્ધિ, સમય, સામગ્રી, ભોજન, જ્ઞાન વગેરેનું દાન કરે છે. તે બીજાઓને ઘણું આપે છે. તે સ્વાર્થ જોતો નથી. તે આખા વિશ્વને પોતાના કુટુંબ સમાન માને છે. તે કોઈ પણ સારા કામ બીજાઓને આગળ કરીને અને બીજાની સાથે કરે છે. જગતમાં પદાર્થો સુલભ છે, ગુણો દુર્લભ છે. જગતમાં શક્તિશાળી ઘણા છે, ધીરજવાળા થોડા છે. જગતમાં વિદ્વાનો ઘણા છે, ગંભીર થોડા છે. જગતમાં ધનવાનો ઘણા છે, ઉદાર થોડા છે. (૩૮)
ન