________________
योगसारः ४/४०
अयं लोको भवपूरकैर्जीवैर्भृतः
४२१
न कुर्वन्ति । ते केवलं भोगविलासोपभोगेनैव स्वजीवनं समापयन्ति । ते एवमेव चिन्तयन्ति 'इदं जीवनं भोगसुखानुभवार्थमेवाऽस्ति ।' इति । ततस्ते भोगसुखासक्ताः सन्तो भोगसुखप्राप्त्यर्थं भोगसुखोपभोगेन च स्वजीवनं पूरयन्ति । ते एवं न चिन्तयन्ति - ‘मरणानन्तरं परत्र गन्तव्यम् । तत्र च पुण्यं विना दुर्गतिः स्यात् । तत्र च घोरदुःखानि सोढव्यानि । पुण्यञ्च धर्मेण प्राप्यते । ततोऽस्मिन्भवे धर्मस्य साधना कर्त्तव्या ।' इति । ततस्ते धर्मसाधनां विना पापेषु रता एव स्वभवं समापयन्ति । इत्थं सम्प्रति जना गुणरहिता भवपूरकाश्च सन्ति । ततो धैर्यादिगुणशालिवदाभासमाना अपि जीवाः सम्प्रति न सन्ति । इदं प्राचुर्यमपेक्ष्योक्तम् । कलावपि स्तोका जीवाः परिपूर्णधैर्यादिगुणवन्तः स्वल्पधैर्यादिगुणवन्तो धर्मसाधनाकारिणश्च सन्ति । परन्तु तेषामल्पत्वात्तेऽत्र न विवक्षिताः।
I
अयमत्र हृदयम्-कलौ सात्त्विका जीवाः प्रायो न सन्ति ॥ ३९ ॥
अवतरणिका - बुसप्रायैः जनैरयं लोकः पूरित इत्युक्तम् । अधुना जनानां बुसप्रायत्वमेव स्पष्टयति
કરતાં નથી. તેઓ માત્ર ભોગવિલાસોના ભોગવટા વડે જ પોતાનું જીવન પૂરું કરે છે. તેઓ એમ જ વિચારે છે કે ‘આ જીવન ભોગસુખોને ભોગવવા માટે જ છે.’ તેથી તેઓ ભોગસુખોમાં આસક્ત થઈને ભોગસુખને મેળવવામાં અને ભોગવવામાં પોતાનું જીવન પૂરું કરે છે. તેઓ એમ વિચારતાં નથી કે ‘મર્યા પછી પરભવમાં જવાનું છે. ત્યાં પુણ્ય વિના દુર્ગતિ થશે. ત્યાં ઘોર દુઃખો સહન કરવા પડશે. પુણ્ય ધર્મથી મળે છે. માટે આ ભવમાં ધર્મની સાધના કરવી.' તેથી તેઓ ધર્મસાધના વિના પાપમાં રત થઈને જ પોતાના ભવને પૂરો કરે છે. આમ હાલ લોકો ગુણ વિનાના અને ભવને પૂરો કરનારા છે. તેથી ધૈર્ય વગેરે ગુણોવાળા જેવા દેખાતાં પણ જીવો હાલ નથી. આ વાત મોટા ભાગના જીવોની અપેક્ષાએ કહી છે. કલિકાલમાં પણ થોડા જીવો સંપૂર્ણ ધૈર્ય વગેરે ગુણોવાળા, થોડા ધૈર્ય વગેરે ગુણોવાળા અને ધર્મસાધના કરનારા છે. પણ તેઓ અલ્પ હોવાથી તેમની અહીં વિવક્ષા કરી નથી.
અહીં કહેવાનો ભાવ આવો છે - કલિકાલમાં સાત્ત્વિક જીવો લગભગ હોતા નથી. (૩૯)
અવતરણિકા - ફોતરા જેવા લોકોથી આ લોક ભરાયેલો છે એમ કહ્યું. હવે લોકો શી રીતે ફોતરા જેવા છે ? તે બતાવે છે -