________________
अयं लोको बुसप्रायैर्जीवैर्भृतः
योगसार: ४ / ३९ पर्यायैर्हीनीभवति । कलियुगे सर्वं हीनं भवति । जैनदर्शनापेक्षया कालविभागः पूर्वं प्रदर्शितः । तत्र कलियुगोऽवसर्पिणिसत्कपञ्चमषष्ठारकरूपः । तत्र कलियुगे धैर्यगाम्भीयदार्यादिगुणशालिनः न सम्भवन्ति । न केवलमेतत्परन्तु धैर्यादिगुणशालिनामिवाभासमाना अपि कलियुगे न दृश्यन्ते । स्वल्पधैर्यवान् धीरवदाभासते । परिपूर्णधैर्यवान् धीरो भवति । स्वल्पगाम्भीर्यवान् गम्भीरवदाभासते । परिपूर्णगाम्भीर्यवान् गम्भीरो भवति । स्वल्पौदार्यवानुदारवदाभासते । परिपूर्णौदार्यवानुदारो भवति । सद्युगे जीवाः परिपूर्णधैर्यादिगुणवन्त आसन् । कलियुगे परिपूर्णधैर्यादिगुणवन्तस्तु नैव सन्ति, परन्तु स्वल्पधैर्यादिगुणवन्तोऽपि न सन्ति । अतः कलियुगे धीरगम्भीरोदारवदाभासमाना अपि जीवा न सन्ति । श्लोकोत्तरार्धेन श्लोकपूर्वार्धोक्तस्य कारणं दर्शयति । अयं लोको दोषवद्भिर्भृतः, न तु परिपूर्णगुणवद्भिर्नापि स्वल्पगुणवद्भिः । धान्येन भोजनं निष्पद्यते । ततः सर्वे जना धान्यमभिलषन्ति । अल्पवीर्यमपि धान्यं जना अभिलषन्ति । परन्तु धान्यस्य तुषं कोऽपि नाऽभिलषति । तुषो निस्सारो निरुपयोगी च । जनैः स त्यज्यते । साम्प्रतीनलोकास्तुषतुल्या भवन्ति । ते गुणै रिक्ताः सन्ति । ते दोषैर्भृताः । ते साधनाया अयोग्याः । ते धर्मस्य काञ्चिदप्याराधनां
I
४२०
પછી ઉત્તરોત્તર યુગમાં બધું પર્યાયોથી હીન થાય છે. કલિયુગમાં બધું હીન હોય છે. તેથી કલિયુગમાં ધૈર્ય, ગંભીરતા, ઉદારતા વગેરે ગુણોથી શોભતાં જીવો હોતા નથી. આટલું જ નહીં પણ ધૈર્ય વગેરે ગુણોથી શોભનારા જેવા દેખાનારા પણ કલિયુગમાં દેખાતાં નથી. અલ્પધૈર્યવાળો ધીર જેવો લાગે છે. સંપૂર્ણ ધૈર્યવાળો ધીર હોય છે. અલ્પ ગંભીરતાવાળો ગંભીર જેવો લાગે છે. સંપૂર્ણ ગંભીરતાવાળો ગંભીર હોય છે. અલ્પ ઉદારતાવાળો ઉદાર જેવો લાગે છે. સંપૂર્ણ ઉદારતાવાળો ઉદાર હોય છે. સત્યુગમાં જીવો સંપૂર્ણ ધૈર્ય વગેરે ગુણોવાળા હતા. કલિયુગમાં સંપૂર્ણ ધૈર્ય વગેરે ગુણોવાળા તો નથી જ, પણ અલ્પ ધૈર્ય વગેરે ગુણોવાળા પણ નથી. માટે કલિયુગમાં ધીર-ગંભીર-ઉદાર જેવા દેખાતાં પણ જીવો નથી. શ્લોકના ઉત્તરાર્ધથી શ્ર્લોકના પૂર્વાર્ધનું કારણ બતાવે છે. આ લોક દોષવાળા જીવોથી ભરાયેલો છે, સંપૂર્ણ ગુણવાળા કે અલ્પ ગુણવાળા જીવોથી નહીં. અનાજથી ભોજન બને છે. માટે બધા લોકો અનાજને ઇચ્છે છે. હલકા અનાજને પણ લોકો ઇચ્છે છે. પણ અનાજના ફોતરાને કોઈ પણ ઇચ્છતું નથી. ફોતરા સાર વિનાના અને ઉપયોગ વિનાના હોય છે. લોકો તેમને ફેંકી દે છે. હાલ લોકો ફોતરા જેવા છે. તેઓ ગુણ વિનાના છે. તેઓ દોષોથી ભરેલા છે. તેઓ સાધનાને યોગ્ય નથી. તેઓ ધર્મની કાંઈ પણ આરાધના