________________
सर्वजन्तवः प्रवाहवाहिनः
योगसारः ४/३४
४०६
प्रवर्त्तते तथा तेऽपि प्रवर्त्तन्ते । लोकाः प्रायः संसाराभिमुखाः सन्ति । ते साधनायाः पराङ्मुखाः सन्ति । तेषां मनोवाक्काया: सांसारिकप्रवृत्तिष्वेव प्रवर्त्तन्ते । ततो लोकान्दृष्ट्वा सर्वे जीवा अपि तादृशा भवन्ति । तेऽपि संसारे एव सुखं मन्यन्ते । ते साधनां कष्टरूपां मन्यन्ते । यत्रैक उरभ्रो गच्छति तत्पृष्ठवर्त्तिनः सर्वेऽप्युरभ्रास्तत्रैव गच्छन्ति । यदि पुरोवर्त्तुरभ्रो गर्त्तायां पतति तर्हि तत्पृष्ठवर्त्तिनः सर्वेऽपि तत्र पतन्ति । ते गर्त्तं न पश्यन्ति । ते गतमेवानुसरन्ति । एवं सर्वे जीवा लोकमेवाऽनुसरन्ति । यदि लोकोऽहितं समाचर्य दुर्गतौ पतति तर्हि तेऽपि तथा कृत्वा तत्रैव पतन्ति । ते दुर्गतिं न पश्यन्ति, परन्तु ते लोकप्रवाहमनुसरन्ति । इत्थं जगति सर्वे जीवाः सुखप्रिया गौरवगृद्धा गतानुगतिकाश्च सन्ति। ततो यदि सुखेनैव मोक्षः स्यात् तर्हि तेषां सर्वेषामपि मोक्षः स्यात् ॥३३॥
अवतरणिका – ‘सात्त्विकस्यैव सिद्धिर्भवति' इति नियमस्य सिद्ध्यर्थं द्वितीयमनुकूलं तर्कं दर्शयति -
-
मूलम् - एवमेव सुखेनैव, सिद्धिर्यदि च मन्यते ।
तत्प्राप्तौ सर्वजन्तूनां तदा रिक्तो भवेद्भवः ॥३४॥
છે. તેઓ સાધનાને પરાક્રુખ હોય છે. તેમના મન-વચન-કાયા સાંસારિક પ્રવૃત્તિઓમાં જ રચ્યાપચ્યા રહે છે. તેથી લોકોને જોઈને બધા જીવો પણ તેવા થઈ જાય છે. તેઓ પણ સંસારમાં જ સુખ માને છે. તેઓ સાધનાને કષ્ટરૂપ માને છે. જ્યાં એક ઘેટું જાય છે, તેની પાછળના બધા ય ઘેટાં ત્યાં જ જાય છે. જો આગળનું ઘેટું ખાડામાં પડે તો તેની પાછળના બધા ય ઘેટાં તેમાં પડે છે. તેઓ ખાડાને જોતાં નથી. તેઓ ગયેલાને જ અનુસરે છે. એમ બધા જીવો લોકોને જ અનુસરે છે. જો લોકો અહિતને આચરીને દુર્ગતિમાં પડે તો તેઓ પણ તેમ કરીને ત્યાં જ પડે છે. તેઓ દુર્ગતિને જોતાં નથી, પણ તેઓ લોકપ્રવાહને અનુસરે છે. આમ જગતમાં બધા જીવોને સુખ ગમે છે, તેઓ ગારવમાં આસક્ત છે અને ગતાનુગતિક પ્રવર્તનારા છે. માટે જો સુખેથી જ મોક્ષ થાય તો તે બધાયનો મોક્ષ થાય. (૩૩)
અવતરણિકા - સાત્ત્વિકનો જ મોક્ષ થાય છે - એ નિયમની સિદ્ધિ માટે બીજો અનુકૂળ તર્ક બતાવે છે -