________________
३७७
योगसारः ४/२२,२३ हीनसत्त्वो गेहिनां गृहव्याप्तिं करोति काकिणीमात्रेण - काकिणी-कपर्द एवेति काकिणीमात्रम्, तेन, कोटिम् - शतलक्षरूपाम्, हारयेत् - मुधा गमयेत् ।
हीनसत्त्वो मुनिः सिंहवृत्तेर्बिभेति । ततः स शृगालवृत्तिमवलम्बते । स सुखमेवैकमभिलषति । सुखार्थं सोऽन्यत्सर्वमपि त्यजति । सत्त्वाधिको मुनिः कर्मनिर्जरैकलिप्सुरस्ति । हीनसत्त्वस्त्वशुभकर्मबन्धकारीण्यकार्याण्यपि कृत्वा सुखं प्राप्नोति । स वस्त्राहाराद्यैहिकपदार्थेषु मूर्च्छति । शुभवस्त्रादिकं प्राप्य स तत्राऽऽसक्तो भवति । परेषां शुभवस्त्रादिकं दृष्ट्वा स स्वयमपि तत्प्राप्तुमभिलषति । तदर्थं स गृहस्थानञ्जयति । गृहस्थानां रञ्जनार्थं स तद्गृहकार्येष्वपि प्रवर्त्तते । स तेषां गृहस्य चिन्तामपि करोति । गृहस्थेषु गृहाबहिर्गतेषु स तेषां गृहस्यापत्यानाञ्च रक्षणमपि करोति । स गृहस्थेभ्यः पुत्रप्रसव-धनप्राप्तिविघ्ननिवारण-कन्याप्राप्ति-पतिप्राप्ति-सौभाग्य-रोगनिवारण-गर्भाधान-व्यवसायप्राप्तिजनाकर्षण-जनप्रियत्व-पदप्राप्ति-शत्रुजय-दुष्टहनन-प्रसिद्ध्याद्यर्थं मन्त्रान् ददाति । स तेभ्यस्तान्मन्त्रान् जपितुं कथयति । स स्वयमपि गृहस्थकार्यसिद्ध्यर्थं मन्त्रजापं करोति ।
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ - અલ્પસત્ત્વવાળો મુનિ સિંહવૃત્તિથી ડરે છે. તેથી તે શિયાળવૃત્તિને આચરે છે. તે માત્ર સુખને જ ઝંખે છે. સુખ માટે તે બીજું બધું છોડે છે. સાત્ત્વિક મુનિ માત્ર કર્મનિર્જરાને જ ઝંખે છે. અલ્પસત્ત્વવાળો તો અશુભ કર્મબંધ કરાવનારા અકાર્યો પણ કરીને સુખ મેળવે છે. તે વસ્ત્ર-આહાર વગેરે આભવના પદાર્થો ઉપર આસક્ત થાય છે. સારા વસ્ત્ર વગેરે પામીને તે તેમાં લોભાય છે. બીજાના સારા વસ્ત્ર વગેરેને જોઈને તે પોતે પણ તેને મેળવવા ઝંખે છે. તેની માટે તે ગૃહસ્થોને ખુશ કરે છે. ગૃહસ્થોને ખુશ કરવા તે તેમના ઘરના કાર્યોમાં પણ પ્રવર્તે છે. તે તેમના ઘરની ચિંતા પણ કરે છે. ગૃહસ્થો બહાર ગયા હોય ત્યારે તે તેમના ઘરનું અને સંતાનોનું રક્ષણ પણ કરે છે. તે ગૃહસ્થોને પુત્ર થાય એ માટે, ધન મળે એ માટે, વિપ્નો નિવારવા માટે, કન્યા મેળવવા માટે, વર મેળવવા માટે, સૌભાગ્ય માટે, રોગ દૂર કરવા માટે, ગર્ભાધાન કરાવવા માટે, વેપાર મેળવવા માટે, લોકોને આકર્ષવા માટે, લોકોને પ્રિય બનવા માટે, પદવી મેળવવા માટે, દુશમનને જીતવા માટે, દુષ્ટોને હણવા માટે, પ્રસિદ્ધિ માટે અને આવા બીજા કામો માટે મંત્રો આપે છે. તે તેમને તે મંત્રોનો જાપ કરવાનું કહે છે. તે પોતે પણ ગૃહસ્થોના કાર્યની સિદ્ધિ માટે મંત્રોનો જાપ કરે છે. મંત્ર એટલે એક વિશેષ પ્રકારની