________________
४००
सात्त्विकस्यैव मुक्तिर्भवति योगसारः ४/३१ ___ अन्वयः - ये सिद्धा ये च सेत्स्यन्ति (ते) सर्वे सत्त्वे प्रतिष्ठिताः, हि कुत्रापि शासने सत्त्वं विना सिद्धिर्न प्रोक्ता ॥३१॥
पद्मीया वृत्तिः - ये - अनिर्दिष्टनामानः, सिद्धाः - मुक्ति प्राप्ताः, ये - अनिर्दिष्टनामानः, चशब्दः समुच्चये, सेत्स्यन्ति - निर्वाणमेष्यन्ति, 'ते' इत्यत्राध्याहार्यम्, सर्वे - समस्ताः, सत्त्वे - आत्मवीर्यरूपे, प्रतिष्ठिताः - स्थिताः, हि - यतः, कुत्रापि - कस्मिंश्चिदपि, शासने - धर्मे, सत्त्वम् - पूर्वोक्तस्वरूपम्, विना - ऋते, सिद्धिः - मोक्षः, नशब्दो निषेधे, प्रोक्ता - कथिता । ___ अतीतकालेऽनन्ता जीवा मुक्तिं प्राप्ताः । एष्यत्कालेऽप्यनन्ता जीवा मुक्तिं प्राप्स्यन्ति । ते सर्वेऽपि सत्त्वयुक्ता एव ज्ञेयाः । सत्त्वशाली जीव एव मुक्ति प्राप्तुं शक्नोति । मुक्तिमार्गे चलनं न सुकरम् । तत्राऽनेके उपसर्गाः परीषहाश्चागच्छन्ति । तत्राऽनेकविघ्नानि गतिं स्खलयन्ति । तत्र विषया मनो मोहयन्ति । तत्राऽऽनुकूलोपसर्गा साधकं लोभयन्ति । तत्राऽनेके उन्मार्गाः सन्ति । हीनसत्त्वस्य गतिरेतैः स्खल्यते । स उपसर्गादिभ्यो बिभेति । सोऽनुकूलोपसर्गविषयेष्वासक्तो भवति । स उन्मार्गेषु चलति । इत्थं मुक्तिपथाच्च्युतः स भवाटव्यां भ्रमति । उत्तमसत्त्वस्तूपसर्गादिभ्यो न बिभेति । सोऽनुकूलोपसर्गविषयेषु
શબ્દાર્થ - જે સિદ્ધ થયા છે અને જે સિદ્ધ થશે તે બધા સત્ત્વમાં પ્રતિષ્ઠિત જ જાણવા, કેમકે કોઈ પણ શાસનમાં સત્ત્વ વિના સિદ્ધિ કહી નથી. (૩૧)
પદ્માયાવૃત્તિનો ભાવાનુવાદ - ભૂતકાળમાં અનંતા જીવો મોક્ષે ગયા. ભવિષ્યમાં પણ અનંતા જીવો મોક્ષે જશે. તે બધા ય સત્ત્વવાળા જ જાણવા. સત્ત્વશાળી જીવ જ મોક્ષ પામી શકે છે. મોક્ષમાર્ગ ઉપર ચાલવું સહેલું નથી. ત્યાં અનેક ઉપસર્ગો અને પરીષહો આવે છે. ત્યાં અનેક વિઘ્નો ગતિને રુંધે છે. ત્યાં વિષયો મનને મોહે છે. ત્યાં અનુકૂળ ઉપસર્ગો સાધકને લોભાવે છે. ત્યાં અનેક ઉન્માર્ગો છે. અલ્પસત્ત્વવાળાની ગતિ આ બધાથી અટકી જાય છે. તે ઉપસર્ગો વગેરેથી ડરી જાય છે. તે અનુકૂળ ઉપસર્ગો અને વિષયોમાં આસક્ત થાય છે. તે ઉન્માર્ગો પર ચાલે છે. આમ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થઈ તે સંસારરૂપી જંગલમાં ભમે છે. ઉત્તમ સત્ત્વવાળો તો ઉપસર્ગો વગેરેથી ડરતો નથી. તે અનુકૂળ ઉપસર્ગો અને વિષયોમાં આસક્ત થતો નથી. તે ઉન્માર્ગો ઉપર ચાલતો નથી. તે મોક્ષમાર્ગ ઉપર અટક્યા વગર ચાલે