________________
३९०
भौतिकसुखं दुःखरूपमेव योगसारः ४/२६ नरः सदैव दुःखी भवति । निःस्पृहो नरः परमसुखी भवति । मुनिना सर्वोऽपि बाह्यः सङ्गः परिग्रहश्च त्यक्तः । चारित्रप्राप्त्यनन्तरमपि स स्पृहया न पीड्यते । इत्थं स्पृहारहितत्वान्मुनिः परमसुखी । मुनिः सदाऽऽनन्दमग्नो भवति । पुद्गलजनितं सुखं तुच्छं क्षणिकञ्च । मुनिस्त्वात्मानन्दमनुभवति । स आनन्दः पुद्गलजन्यो न भवति । स तु स्वाभाविक एव । अत एव सोऽनल्पश्चिरस्थायी च भवति । इत्थं मोक्षप्रापकयोगानामाराधको मुनिः समताया निःस्पृहतायाश्चानन्दं सदाऽनुभवति । ततः स इन्द्रादीनप्यतिशेते । इन्द्रादयो भौतिकसुखेनाऽऽत्मानं सुखिनं मन्यन्ते । भौतिकसुखं तु पराधीनम् । तत्कषायैः कलुषितं भवति । तत्समतां ध्वंसयति । भौतिकसुखं स्पृहाजनितं भवति । ततस्तत्कल्पनात एव सुखम्, तत्त्वतस्तु तद्दुःखमेव । भौतिकसुखं दुःखरूपमेव, दुःखप्रतिकाररूपत्वात् चिकित्सावत् । उक्तञ्च विशेषावश्यकभाष्ये श्रीजिनभद्रगणिक्षमाश्रमणैः - 'विसयसुहं दुक्खं चिय, दुक्खप्पडियारओ तिगिच्छव्व । तं सुहमुवयाराओ, न उवयारो विणा तच्चं ॥२००६॥' (छाया - विषयसुखं दुःखमेव, दुःखप्रतिकारतश्चिकित्सेव । तत्सुखमुपचारात्, नोपचारो विना तत्त्वम् ॥२००६॥) इत्थं मुनेरानन्दापेक्षयेन्द्रादीनां सुखं तुच्छम् । માણસ હંમેશા દુઃખી હોય છે. સ્પૃહા વિનાનો માણસ પરમસુખી છે. મુનિએ બધો ય બાહ્ય સંગ અને પરિગ્રહ છોડી દીધો છે. ચારિત્ર મળ્યા પછી પણ તે સ્પૃહાથી પીડાતો નથી. આમ સ્પૃહા વિનાનો હોવાથી મુનિ પરમસુખી છે. મુનિ હંમેશા આનંદમાં મગ્ન હોય છે. પુદ્ગલથી જન્ય સુખ તુચ્છ અને ક્ષણિક છે. મુનિ તો આત્માના આનંદને અનુભવે છે. તે આનંદ પુગલજન્ય હોતો નથી. તે તો સ્વાભાવિક જ હોય છે. માટે જ તે ઘણો અને લાંબો સમય ટકનારો હોય છે. આમ મોક્ષ પમાડનાર યોગોને આરાધનાર મુનિ સમતા અને નિઃસ્પૃહતાના આનંદને સદા અનુભવે છે. તેથી તે ઈન્દ્ર વગેરે કરતાં પણ ચઢી જાય છે. ઈન્દ્ર વગેરે ભૌતિક સુખથી પોતાને સુખી માને છે. ભૌતિક સુખ તો પરાધીન છે. તે કષાયોથી કલુષિત થયેલું છે. તે સમતાનો નાશ કરે છે. ભૌતિક સુખ સ્પૃહાજનિત હોય છે. તેથી તે માત્ર કલ્પનાથી જ સુખ છે. હકીકતમાં તો તે દુઃખ જ છે. ભૌતિક સુખ દુઃખરૂપ છે, કેમકે તે દુ:ખના પ્રતિકારરૂપ છે, ચિકિત્સાની જેમ. વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રમણિક્ષમાશ્રમણજીએ કહ્યું છે - “વિષયજન્ય સુખ દુઃખરૂપ છે, કેમકે તે દુઃખપ્રતિકારરૂપ છે, ચિકિત્સાની જેમ. તે ઉપચારથી સુખ છે. વાસ્તવિકતા વિના