________________
योगसारः ४/२७
सांसारिकसुखानि दुःखरूपाण्येव
सुखसमाप्तौ दुःखं प्राप्नुवन्ति । जीवाः सुखप्राप्त्यर्थं पापान्याचरन्ति । ते सुखोपभोगसमयेऽपि रागद्वेषकरणेन पापं बध्नन्ति । ततस्तेषां पापानामुदये तेषां सुखसमाप्तिर्भवति । इत्थं सर्वाण्यपि सांसारिकसुखानि दुःखपर्यवसानानि सन्ति । यदि सम्प्रति प्रभूतमैश्वर्यं स्यात्तथापि तेन न कोऽपि लाभ:, तत्पर्यन्ते दुःखस्याऽवश्यम्भावित्वात् । यदि सम्प्रति शोभना भोगाः प्राप्तास्तथापि तैर्न कोऽपि लाभ:, तेषां विरसावसानत्वात् । यदि साम्प्रतमद्वितीयं रूपं प्राप्तं तथापि तेन न कोऽपि लाभः, तस्य नश्वरत्वात् । यदि साम्प्रतं विपुलं धनं प्राप्तं तथापि तेन न कोऽपि लाभ:, तस्य दुर्गतिपातकत्वात् । यद्यायतौ दुःखमेव प्राप्तव्यं तर्हि वर्त्तमानसुखीजीवनस्योपभोगेनाऽपि न कोऽपि लाभः । ऐश्वर्य - भोग-सौन्दर्य-धनजीवितादिभिः क्षणमात्रं सुखं प्राप्यते, प्रभूतं कर्म बध्यते, अत्यधिकं च दुःखं प्राप्यते ।
३९३
इत्थं सांसारिकसुखानि दुःखपर्यवसितत्वाद्दुःखरूपाण्येव । ततः सांसारिकसुखप्रकर्षवन्त इन्द्रादयो वस्तुतो न सुखिनः । प्रशान्तो निरीहश्च मुनिः सहजमानन्दमनुभवति । ततो मुनेरग्रे इन्द्रादयो दमकतुल्याः ॥२७॥
છે. સુખ ભોગવતી વખતે પણ તેઓ રાગ-દ્વેષ કરીને પાપ બાંધે છે. તેથી તે પાપોનો ઉદય થતાં તેમનું સુખ પૂરું થાય છે. આમ બધા ય સંસારી સુખોને અંતે દુઃખ આવે છે. જો હાલ ઘણું ઐશ્વર્ય મળ્યું હોય તો તેનાથી કંઈ પણ લાભ નથી, કેમકે તેના અંતે અવશ્ય દુઃખ આવવાનું છે. જો હાલ સારા ભોગો મળ્યા હોય તો તેનાથી કોઈ પણ લાભ નથી, કેમકે તેનો અંત ખરાબ છે. જો હાલ અજોડ રૂપ મળ્યું હોય તો તેનાથી કોઈ પણ લાભ નથી, કેમકે તે નાશ પામવાનું છે. જો હાલ ઘણું ધન મળ્યું હોય તો તેનાથી કોઈ લાભ નથી, કેમકે તે દુર્ગતિમાં પાડનાર છે. જો ભવિષ્યમાં દુ:ખ જ મળવાનું હોય તો વર્તમાન સુખી જીવન જીવીને પણ કોઈ લાભ નથી. ઐશ્વર્ય-ભોગ-સૌંદર્ય-ધન-જીવન વગેરેથી એક ક્ષણ માત્ર સુખ મળે છે, ઘણા કર્મ બંધાય છે અને અતિ ઘણું દુ:ખ મળે છે.
આમ સંસા૨ના સુખોને અંતે દુઃખ આવતું હોવાથી તે દુઃખરૂપ છે. તેથી ઉચ્ચ કક્ષાના સંસારના સુખવાળા ઈન્દ્ર વગેરે હકીકતમાં સુખી નથી. પ્રશાંત અને સ્પૃહા રહિત મુનિ સહજ આનંદને અનુભવે છે. તેથી મુનિની આગળ ઈન્દ્ર વગેરે ભિખારી જેવા છે. (૨૭)