________________
३९२
इन्द्रादयः स्वायुषः समाप्तौ दुःखं सहन्ते योगसारः ४/२७ अन्वयः - चेत् पुरः दुःखं प्रगुणं (तर्हि) जीवानां विभुत्वेन किम् ? भोगैः किम् ? सौन्दर्येण किम् ? श्रिया किम् ? जीवितेन किम् ? ॥२७॥
पद्मीया वृत्तिः - चेत् - यदि, पुरः - भविष्यत्काले भवान्तरे वा, दुःखम् - असातम्, प्रगुणम् - सुव्यवस्थितमनेकगुणं वा, तीत्यत्राध्याहार्यम्, जीवानाम् - इन्द्रादिदेहिनाम, विभुत्वेन - ऐश्वर्येण, किम् - किं प्रयोजनम् ? न किमपीत्यर्थः, एवमग्रेऽपि ज्ञेयम्, भोगैः - विषयसेवनैः, किम् - किं प्रयोजनम् ? सौन्दर्येण - लावण्येन, किम् - किं प्रयोजनम् ?, श्रिया - धनेन, किम् - किं प्रयोजनम् ? जीवितेन - जीवनेन, किम् - किं प्रयोजनम् ?
इन्द्रादयो यद्यपि सम्प्रति भौतिकसुखप्रकर्षं प्राप्तास्तथापि तत्सुखोपभोगानन्तरं ते दुःखमनुभविष्यन्ति । यस्य सुखस्याऽन्ते दुःखमापतति तन्न सुखरूपम्, परन्तु दुःखरूपमेव । इन्द्रादयो देवाः स्वायुषः समाप्तौ मनुष्येषु तिर्यक्षु वोत्पद्यन्ते । तत्र ते प्रभूतानि दुःखानि सहन्ते । स्थावरत्वे ते शीततापादीनि दुःखानि सहन्ते । त्रसत्वे ते प्रथममशुचिगर्भावासस्य वेदनां सहन्ते । तदनन्तरमपि तेऽविरतां दुःखपरम्परां सहन्ते । चक्रवर्तिनोऽपि यदि प्रव्रज्यां न गृह्णन्ति तर्हि स्वायुषः समाप्तौ ते नरकं गच्छन्ति । ते तत्राऽसह्यं दुःखं सहन्ते। वासुदेवा मृत्वाऽवश्यं नरकं प्रयान्ति तत्र च घोराः पीडाः सहन्ते । एवमन्येऽपि जीवा:
શબ્દાર્થ - જો આગળ દુઃખ તૈયાર હોય તો જીવોને ઐશ્વર્યથી શું લાભ? ભોગોથી શું લાભ? સૌંદર્યથી શું લાભ? લક્ષ્મીથી શું લાભ? જીવનથી શું લાભ? (૨૭)
પધાયાવૃત્તિનો ભાવાનુવાદ - ઈન્દ્ર વગેરે જો કે હાલ ઉચ્ચ કક્ષાના ભૌતિક સુખને પામ્યા છે, છતાં પણ તે સુખ ભોગવ્યા પછી તેઓ દુઃખ અનુભવશે. જે સુખને અંતે દુઃખ આવી પડે છે, તે સુખરૂપ નથી પણ દુઃખરૂપ જ છે. ઈન્દ્ર વગેરે દેવો પોતાનું આયુષ્ય પૂરું થાય ત્યારે મનુષ્યોમાં કે તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. ત્યાં તેઓ ઘણા દુઃખો સહન કરે છે. સ્થાવરપણામાં તેઓ ઠંડી, તડકો વગેરે દુઃખો સહન કરે છે. ત્રપણામાં તેઓ પહેલા અપવિત્ર ગર્ભાવાસની વેદના સહન કરે છે. ત્યાર પછી પણ તેઓ દુઃખની અખંડ પરંપરા સહન કરે છે. ચક્રવર્તીઓ પણ જો ચારિત્ર ન લે તો પોતાનું આયુષ્ય પૂરું થતાં નરકે જાય છે. તેઓ ત્યાં અસહ્ય દુઃખ સહન કરે છે. વાસુદેવો મરીને અવશ્ય નરકમાં જાય છે અને ત્યાં ઘોર પીડાઓ સહે છે. એમ બીજા પણ જીવો સુખ પૂરું થતાં દુઃખ પામે છે. જીવો સુખ મેળવવા પાપો કરે