________________
રૂ૮૮
मूढबुद्धिर्भावनिःस्वधनेशानां ललनानि करोति योगसारः ४/२५ विद्यमानमाध्यात्मिकसुखं स न पश्यति । ततः स्वात्मानं सुखशून्यं मत्वा स धनवद्गृहस्थान्प्रशंसते । ते गृहस्थाः प्रभूतधनवन्तः सन्ति । परन्तु ते गुणशून्याः सन्ति । तेऽविरतिभाजः । ततश्चारित्रैश्वर्यं तेषां न विद्यते । पुण्येन ते धनमवाप्नुवन्ति, परन्तु तदर्थमपि तैरायासः कर्त्तव्यः । विनाऽऽयासं ते धनमपि न प्राप्नुवन्ति । ततो मुनिभ्यस्तेषां पुण्यं हीनम् । ते राजादीन्पूजयन्ति वन्दन्ते च । मुनयस्तु राजादिभिः पूज्यन्ते वन्द्यन्ते च । इत्थं तेषां पदं मुनिभ्यो हीनम् । इत्थं हीनगुणपुण्यपदत्वात्ते मुनिभ्यो हीनाः । ते द्रव्येण धनवन्तोऽपि सन्तो भावेन दरिद्राः सन्ति । मुनिस्तु द्रव्येण निःस्वः सन्नपि भावेन समृद्धः । द्रव्याद्भावो महार्घ्यः । इत्थं मुनिर्धनेशेभ्योऽधिकोऽस्ति । तथापि भ्रमवशात् स स्वात्मानं तेभ्यो हीनं मन्यते । ततः स तान्श्लाघते । तत्कृतश्लाघया प्रसन्नास्ते तस्मायीप्सितं દ્વતિ રિવા
अवतरणिका - चतुर्विंशतितमश्लोके मुनेस्त्रैलोक्योपरिवर्तित्वं प्रदर्शितम् । अधुना तदेव प्रज्ञापयति - તેને દેખાતું નથી. તેથી પોતાના આત્માને સુખ વિનાનો માની તે ધનવાન ગૃહસ્થોની પ્રશંસા કરે છે. તે ગૃહસ્થો ઘણા ધનવાળા હોય છે. પણ તેઓ ગુણ વિનાના હોય છે. તેઓ વિરતિ વિનાના હોય છે. તેથી તેમની પાસે ચારિત્રનું ઐશ્વર્ય હોતું નથી. પુણ્યથી તેઓ ધન પામે છે, પણ તેની માટે પણ તેમણે મહેનત કરવી પડે છે. મહેનત વિના તેઓને ધન મળતું નથી. તેથી મુનિઓ કરતાં તેમનું પુણ્ય ઓછું છે. તેઓ રાજા વગેરેને પૂજે છે અને વંદન કરે છે. મુનિઓ તો રાજા વગેરેથી પૂજાય છે અને વંદાય છે. આમ તેમની પદવી મુનિઓ કરતાં નીચી છે. આમ ઓછા ગુણવાળા, ઓછા પુણ્યવાળા અને ઓછા પદવાળા હોવાથી તેઓ મુનિઓ કરતાં હલકા છે. તેઓ દ્રવ્યથી ધનવાન હોવા છતાં પણ ભાવથી દરિદ્રી છે. મુનિ તો દ્રવ્યથી નિધન હોવા છતાં પણ ભાવથી સમૃદ્ધ હોય છે. દ્રવ્ય કરતાં ભાવ વધુ કિંમતી છે. આમ મુનિ ધનવાનો કરતાં ચઢિયાતાં છે. છતાં પણ ભ્રમને લીધે તે પોતાના આત્માને તેમના કરતાં હલકો માને છે. તેથી તે તેમની પ્રશંસા કરે છે. તેથી પ્રશંસાથી ખુશ થયેલા તેઓ તેને ઈષ્ટ વસ્તુ આપે છે. (૨૫)
અવતરણિકા - ચોવીશમા શ્લોકમાં બતાવ્યું કે મુનિ ત્રણ લોકની ઉપર રહેલ છે. હવે એ વાત સમજાવે છે –