________________
३८६
भौतिकसुखार्थं मुनेर्धावनमनुचितम्
योगसार: ४/२५
I
न लोकम् ॥२२॥ तावद्विवादी जनरञ्जकश्च, यावन्न चैवात्मरसे सुखज्ञः । चिन्तामणि प्राप्य वरं हि लोके, जने कः कथयन् प्रयाति ? ॥ २३ ॥ ' यदि मुनिर्गृहस्थानां पुरो दीनो भवति तर्हि स स्वपदस्य गौरवं हन्ति । स स्वसमृद्धि - पुण्य - पदानि न वेत्ति । यदि स भौतिकसुखार्थं धावति तर्हि स इदं न वेत्ति यत्तस्याऽऽत्मन्यनन्तमव्याबाधसुखं विद्यते । तस्य ज्ञानं मोहेनाऽऽवृतम् । ततो मूढबुद्धिः सन् स स्वैश्वर्यादिकं न पश्यति । ततो भौतिकसुखप्राप्त्यर्थं स गृहस्थानां चाटूनि करोति । यस्य गृहस्याऽधस्ताद्विपुलो निधिर्विद्यते स यदि रोरवद्भिक्षां याचते तर्हि तत्तस्य शोभास्पदं न भवति । यदि स्वयं चक्रवर्त्ती सन् भिक्षां याचते तर्हि तदपि तस्य मानहानिकरम् । एवं यदि चारित्रैश्वर्यपुण्यप्राग्भारोच्चैःपदप्राप्तोऽपि मुनिर्गृहस्थानां चाटूनि करोति तर्हि तदनुचितम् ॥२४॥
अवतरणिका – मूढबुद्धिः स्वात्मैश्वर्यं न वेत्तीति दर्शितम् । अधुना स्वात्मैश्वर्यमविदन्स यत्करोति तद्दर्शयति -
વિનાના છે તેઓ પોતાના મનને ખુશ કરે છે, લોકોને નહીં. (૨૨) મુનિ ત્યાં સુધી વિવાદ કરનારો અને લોકોને ખુશ કરનારો હોય છે, જ્યાં સુધી આત્મરસમાં એ સુખને જાણતો નથી. લોકમાં શ્રેષ્ઠ ચિંતામણિને પામીને કોણ લોકોને કહેતો ફરે છે ? (૨૩)' જો મુનિ ગૃહસ્થોની આગળ દીન થાય તો તે પોતાના પદના ગૌરવને હણે છે. તેને પોતાના સમૃદ્ધિ, પુણ્ય, પદની ખબર નથી. જો તે ભૌતિક સુખ માટે દોડે છે તો તે એ નથી જાણતો કે તેના આત્મામાં અનંત અવ્યાબાધ સુખ છે. તેનું જ્ઞાન મોહથી આવરાઈ ગયું છે. તેથી મૂઢ બુદ્ધિવાળા થયેલા તેને પોતાના ઐશ્વર્ય વગેરે દેખાતાં નથી. તેથી ભૌતિક સુખ મેળવવા તે ગૃહસ્થોની ખુશામત કરે છે. જેના ઘરની નીચે મોટું નિધાન હોય તે જો ભિખારીની જેમ ભીખ માંગે તો તે તેની માટે શોભાસ્પદ નથી. જો પોતે ચક્રવર્તી હોય અને ભીખ માંગે તો તે પણ તેની માટે માનની હાનિ કરનારું છે. એમ જો ચારિત્રરૂપી ઐશ્વર્ય, પુણ્યનો સમુદાય અને ઊંચી પદવી પામવા છતાં પણ મુનિ ગૃહસ્થોની ખુશામત કરે તો તે અનુચિત છે. (૨૪)
અવતરણિકા - મૂઢ બુદ્ધિવાળો પોતાના આત્માના ઐશ્વર્યને જાણતો નથી. એમ બતાવ્યું. હવે પોતાના આત્માના ઐશ્વર્યને નહીં જાણતો તે જે કરે છે તે બતાવે છે -