________________
ही वृत्तिः
योगसारः ४/२१
आगमे मुनीनां द्वे वृत्ती प्रतिपादिते - सैंहीवृत्तिः शृगालवृत्तिश्च । सत्त्वाधिका मुनयः सैंहीवृत्तिमवलम्बते । सिंहः शत्रुभ्यो न बिभेति । स गर्जनां कृत्वा शत्रुं भाययति । स शत्रोः सकाशान्न पलायते । स शत्रोरभिमुखं गच्छति । स स्वीयसर्ववीर्येण शत्रुं निहन्ति । सिंहः शत्रोर्हननार्थं स्वीयमेव वीर्यमवलम्बते । स न कस्यचित्साहाय्यमपेक्षते । स मांसमत्ति, न तु तृणम् । मांसाऽभावे स क्षुधाकुल एव स्वपिति । मरणान्तेऽपि स तृणाभ्यवहारेण स्वोदरं न पूरयति । सोऽन्येन निहतस्य पशोर्मांसं न खादति, परन्तु स्वबलेनैव निहतस्य पशोर्मांसेन स स्वप्राणवृत्तिं धारयति । स सदैव पराक्रमवान् भवति । स कदाचिदपि दीनो न भवति ।
३७२
सैंहीं वृत्तिमाचरन्मुनिः सिंहतुल्यो भवति । स उपसर्गपरीषहेभ्यः कर्मभ्य आन्तरशत्रुभ्यश्च न बिभेति । स स्वसाधनया तान्सर्वान्भाययति । स तेभ्यो न पलायते, परन्तु तेषां सम्मुखं धावति । स स्वीयसर्वसत्त्वेन तान्निहत्यैव तिष्ठति । स स्वसत्त्वेनैव तान्जयति । तेषां जयार्थं सोऽन्यस्य कस्यचिदपि साहाय्यं नाऽपेक्षते । स निर्दोषामेव भिक्षां भुङ्क्ते । स
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - આગમમાં મુનિઓની બે પ્રકારની વૃત્તિ બતાવી છે - સિંહવૃત્તિ અને શિયાળવૃત્તિ. સાત્ત્વિક મુનિઓ સિંહવૃત્તિ આચરે છે. સિંહ શત્રુઓથી ડરતો નથી. તે ગર્જના કરીને શત્રુને ડરાવે છે. તે દુશ્મનથી ભાગતો નથી. તે દુશ્મનની સામે જાય છે. તે પોતાના બધા પરાક્રમથી શત્રુને હણે છે. સિંહ દુશ્મનને હણવા માટે પોતાના બળ ઉપર જ આધાર રાખે છે. તેને કોઈની મદદની અપેક્ષા હોતી નથી. તે માંસ ખાય છે, ઘાસ નહીં. માંસ ન મળે તો તે ભૂખ્યો સૂઈ જાય છે, પણ મરણ આવે તો ય ઘાસ ખાઈને તે પોતાનું પેટ ભરતો નથી. તે બીજાએ હણેલા પશુનું માંસ ખાતો નથી, પણ પોતાના બળથી જ હણેલા પશુનું જ માંસ ખાઈને પોતાનું જીવન ટકાવે છે. તે હંમેશા પરાક્રમી હોય છે. તે ક્યારેય દીન થતો નથી.
સિંહવૃત્તિ આચરનારો મુનિ સિંહ જેવો હોય છે. તે ઉપસર્ગો-પરીષહોથી, કર્મોથી અને અંદરના દુશ્મનોથી ડરતો નથી. તે પોતાની સાધનાથી તેમને બધાને ડરાવે છે. તે તેમનાથી ભાગતો નથી, પણ તેમની સામે દોડે છે. તે પોતાના બધા સત્ત્વથી તેમને હણીને જ જંપે છે. તે પોતાના સત્ત્વથી જ તેમને જીતે છે. તેમને જીતવા માટે તે બીજા કોઈની પણ મદદની અપેક્ષા રાખતો નથી. તે નિર્દોષ ભિક્ષા