________________
३७०
हीनसत्त्वकृतदैन्यानि प्रकाशयितुमशक्यानि योगसारः ४/२० स न केवलं सकृदेवेत्थं करोति, परन्तु स पुनः पुनः जनान्श्लाघते । स न केवलं सम्बन्धान्प्रदर्यैव जनास्तोषयति, परन्तु सर्वप्रकारैर्जनानञ्जयति । यथाकथञ्चित्स जनरञ्जनार्थं प्रयतते । क्लीबः शक्तिहीनो भवति । स सर्वकार्येषु परमेवाऽऽलम्बते । स परेभ्योऽन्नादिकं याचित्वा स्वोदरं पूरयति । हीनसत्त्वो मुनिरपि संयमचर्यां विमुच्य गृहस्थेभ्यो याचित्वा स्वोदरं पूरयति । इत्थं कातरत्वसाम्येन हीनसत्त्वो मुनिरत्र क्लीब उक्तः । स गृहस्थानां पुरश्चाटूनि भाषित्वा स्वात्मानं दीनं करोति । ततस्तस्य दैन्यं विलोक्य जनाः करुणया तस्याऽभीष्टं पूरयन्ति । इत्थं स्वभाषितचाटुवचनानां साफल्यं दृष्ट्वा स पुनःपुनरेवं करोति । स समग्रमपि स्वजीवनं यावदित्थं चेष्टते । तेन भाषितानि चाटूनि सर्वथा प्रतिपादयितुमशक्यानि, तेषां बहुप्रकारत्वात् । एवम्प्रकाराणां जीवानां स्वरूपमित्थं प्रतिपादितं हृदयप्रदीपषट्विशिकायाम् - 'गृहीतलिङ्गस्य च चेद्धनाशा, गृहीतलिङ्गो विषयाभिलाषी, गृहीतलिङ्गो रसलोलुपश्चेद्, विडम्बनं नास्ति ततोऽधिकं हि ॥१९॥ ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हदि बद्धरागाः । ते दाम्भिका वेषधराश्च ધૂર્તા, મનસિ ભોશી તુ વયન્તિ રા' એક જ વાર કરતો નથી, પણ તે વારંવાર લોકોની પ્રશંસા કરે છે. તે માત્ર સંબંધોને દેખાડીને જ લોકોને ખુશ કરતો નથી, પણ તે બધી રીતે લોકોને ખુશ કરે છે. તે ગમે તે રીતે લોકોને રીઝવવા પ્રયત્ન કરે છે. નપુંસક શક્તિ વિનાનો હોય છે. તે બધા કાર્યોમાં બીજાનો જ આધાર રાખે છે. તે બીજા પાસેથી અન્ન વગેરે માંગીને પોતાનું પેટ ભરે છે. અલ્પસત્ત્વવાળો મુનિ પણ સંયમચર્યાને છોડીને ગૃહસ્થો પાસેથી માંગીને પોતાનું પેટ ભરે છે. આમ કાયરપણાની સમાનતાથી અલ્પસત્ત્વવાળા મુનિને અહીં નપુંસક કહ્યો છે. તે ગૃહસ્થોની આગળ ખુશામત કરીને પોતાને દીન કરે છે. તેથી તેની દીનતા જોઈને લોકો કરુણાથી તેનું મનવાંછિત પૂરે છે. આમ પોતે બોલેલા ખુશામતના વચનોને સફળ થયેલા જોઈને તે વારંવાર આમ કરે છે. તે પોતાના આખા જીવનમાં આ જ રીતે પ્રવૃત્તિ કરે છે. તેણે બોલેલા બધા ખુશામતના વચનો ઘણા પ્રકારના હોવાથી બતાવી શકાય એમ નથી. આવા પ્રકારના જીવોનું સ્વરૂપ હૃદયપ્રદીપષત્રિશિકામાં આ રીતે બતાવ્યું છે, “ચારિત્ર લીધા પછી જો ધનની આશા થાય, વિષયોની ઇચ્છા થાય, રસની લોલુપતા થાય તો એના કરતા અધિક વિટંબણા નથી. (૧૯) વિષયોના ભોગમાં આસક્ત ચિત્તવાળા જેઓ બહારથી વૈરાગી અને હૃદયમાં રાગી છે, દંભી, વેષધારી અને ધૂર્ત એવા તેઓ લોકોના મનને ખુશ કરે છે. (૨૦)