________________
३६८
मुनेर्भिक्षादातुः पुरः सम्बन्धप्रकटनम्
योगसार: ४/१९
पूर्वमहं तव भक्त आसम् । अहं तवेहकोऽभवम् । अहं तव भक्ति सेवां चाऽकरवम् । सर्वप्रकारैस्तव प्रसादनार्थमहं प्रयतवान् । त्वां विनाऽहं सर्वं शून्यममन्ये । तव विरहो मम दुःसह आसीत् । अधुना तां प्रीतिं त्वं स्मरसि न वा ?'
इत्थं दीनो मुनिभिक्षादातुः पुर एवमादिसम्बन्धान्प्रदर्श्य तस्माद्भिक्षादानमभिलषति । एवंकरणेन स स्वीयां सत्त्वहीनतां द्योतयति । स स्वीयं चारित्रं मलिनं करोति । मुनिर्लोकोत्तमः, तस्य सर्वविरतत्वाल्लोकस्य चाऽविरतत्वात् । लोकस्तं पूजयति । यदि स एव जनानां पुरश्चाटूनि करोति तर्हि तस्य लोकोत्तमत्वं नश्यति । स स्वाचारभ्रष्टो भवति । लोकास्तं हीनं मन्यन्ते । धर्मेऽपि तेषां श्रद्धा मन्दा भवति । तत: गृहस्थानां पुरो दीनेन न भवितव्यं परन्तु स्वाचारे स्थिरेण भवितव्यम् ॥१९॥
अवतरणिका – दैन्यमाश्रितो मुनिभिक्षादातुः पुरो यथा सम्बन्धान्प्रकटयति तथा प्रदर्श्याऽधुना तेन गृहस्थानां पुरः प्रकटितानां सर्वेषामपि सम्बन्धानां प्रतिपादनस्याऽशक्यत्वं दर्शयति
હું તમારો ભક્ત હતો. હું તમને ચાહતો હતો. હું તમારી ભક્તિ અને સેવા કરતો હતો. બધી રીતે તમને ખુશ કરવા હું પ્રયત્ન કરતો હતો. તમારા વિના હું બધું શૂન્ય માનતો હતો. તમારો વિરહ મારાથી સહન થઈ શકતો ન હતો. હવે તે પ્રીતિ તમને યાદ આવે છે કે નહીં ?
આમ દીન થયેલો મુનિ ભિક્ષા આપનારાની આગળ આવા પ્રકારના સંબંધો દેખાડી તેની પાસેથી ભિક્ષાનું દાન ઝંખે છે. આમ કરવાથી તે પોતાની સત્ત્વહીનતાને બતાવે છે. તે પોતાનું ચારિત્ર મલિન કરે છે. મુનિ લોકોમાં ઉત્તમ છે; કેમકે તે બધા પાપોથી અટકેલો છે અને લોકો અવિરત છે. લોકો તેને પૂજે છે. જો તે જ લોકોની આગળ ખુશામત કરે તો તેનું લોકોમાં ઉત્તમપણું ન રહે. તે પોતાના આચારથી ભ્રષ્ટ થાય. લોકો તેને હીન માને. ધર્મમાં પણ તેમની શ્રદ્ધા મંદ થાય. માટે સાધુએ ગૃહસ્થોની આગળ દીન ન થવું, પણ પોતાના આચારમાં સ્થિર થવું. (૧૯)
અવતરણિકા - દીન બનેલ મુનિ ભિક્ષા આપનારા પુરુષની આગળ જે રીતે સંબંધોને પ્રગટ કરે છે, તે બતાવીને હવે તેણે ગૃહસ્થોની આગળ પ્રગટ કરેલા બધા ય સંબંધો બતાવવા શક્ય નથી, એ બતાવે છે -