________________
योगसार: ४/१९
मुनेर्भिक्षादातुः पुरः सम्बन्धप्रकटनम्
हीनसत्त्वो मुनिर्लज्जां संयममर्यादां च विमुच्य भिक्षादातुः पुर एवं सम्बन्धान्दर्शयति'अहं तव पुत्रोऽस्मि । त्वयैवाहमाहारादिभिर्वर्धितः । त्वयैवाऽहं पाठितः । त्वयैवाऽहं सर्वकलानिपुणः कृतः । त्वया स्नेहेन वात्सल्येन चाऽहं पालितः । अहं त्वत्पुत्रसदृशो दृश्ये । अहं तव पुत्रतुल्योऽस्मि । यदि त्वया पूर्वमहं पोषितस्तर्ह्यधुना प्रव्रजितोऽहमधिकादरेण पोषणीयः । पूर्वमहं तव भागहर आसम् । आवां सोदरावास्व । पितृधनमावाभ्यां विभज्याऽर्द्धमर्द्धं गृहीतम् । कदाचिदहं तव कार्यमकरवम् । कदाचित्त्वं मम कार्यमकरोः । इत्थमावयोः प्रीतिर्दृढाऽऽसीत् । आवां सहैव भुक्तवन्तौ । आवां सहैव क्रीडितवन्तौ । सर्वत्राऽऽवां सहैव प्रवृत्तवन्तौ । आवामविनाभूतौ भ्रातरावास्व । तत्किमधुना त्वं तद्भागहरत्वं भ्रातृत्वं च स्मरसि न वा ? पूर्वमहं तवोपजीवक आसम् । अहं त्वामाश्रितवान् । अहमनाथ आसम् । त्वं मम नाथोऽभवत् । त्वया सर्वप्रकारैर्मे योगक्षेमौ कृतौ । अधुनाऽपि त्वमेव ममोपजीव्योऽसि । अधुना तु त्वया विशेषेण मम योगक्षेम करणीयौ I
३६७
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - અલ્પસત્ત્વવાળો મુનિ લજ્જા અને સંયમની મર્યાદા છોડીને ભિક્ષા આપનારા ગૃહસ્થની આગળ આ પ્રમાણે સંબંધો દેખાડે છે, ‘હું તમારો પુત્ર છું. તમે જ આહાર વગેરેથી મને મોટો કર્યો. તમે જ મને ભણાવ્યો. તમે જ મને બધી કળાઓમાં હોંશિયાર બનાવ્યો. તમે સ્નેહથી અને વાત્સલ્યથી મને પાળ્યો. હું તમારા પુત્ર જેવો દેખાઉં છું. હું તમારા પુત્ર જેવો છું. જો તમે પહેલા મને પોષ્યો, તો હવે દીક્ષિત થયેલા મને તમારે વધારે આદરપૂર્વક પોષવો જોઈએ. હું પહેલા તમારો ભાગીદાર હતો. આપણે સગા ભાઈઓ હતા. પિતાનું ધન આપણે બન્નેએ વહેંચીને અડધું અડધું લીધું હતું. ક્યારેક હું તમારું કામ કરતો હતો. ક્યારેક તમે મારું કામ કરતાં હતા. આમ આપણી પ્રીતિ દૃઢ હતી. આપણે સાથે જ જમતાં હતા. આપણે સાથે જ રમતાં હતા. આપણે બધે સાથે જ પ્રવૃત્તિ કરતાં હતા. આપણે બંને એકબીજા વિના ન રહી શકીએ એવા ભાઈઓ હતા. તેથી શું હવે તમને તે ભાગીદારી અને ભાઈપણું યાદ આવે છે કે નહીં ? પહેલા હું તમારો આશ્રિત હતો. મેં તમારો આશરો લીધો હતો. હું અનાથ હતો. તમે મારા નાથ બન્યા. તમે બધી રીતે મારા યોગક્ષેમ કર્યા. અત્યારે પણ મારે તમારા આધારે જ જીવવાનું છે. અત્યારે તો તમારે વિશેષ કરીને મારા યોગક્ષેમ કરવા જોઈએ. પહેલા