________________
कषाया अतिदुःसहाः
योगसारः ४/८
३२९
ते सोढाः । जीवेनाऽनादिकालादिदमेवाऽभ्यस्तं अनुकूलविषयेषु रागः कर्त्तव्यः, प्रतिकूलविषयेषु च द्वेषः कर्त्तव्य इति । ततस्तत्संस्कारप्रेरितो जीवो विषयान्प्राप्य रागद्वेषौ करोत्येव। ततो विषयेषु रागद्वेषाऽकरणं दुष्करम् । इत्थं विषया दुःसहा भवन्ति ।
-
कषायास्तु विषयेभ्योऽपि अधिकदुःसहाः । अनासक्त्या विषयोपभोग्यपि कषायाऽऽविष्टो भवति । उदयप्राप्तकषायाणां निष्फलीकरणेन ते सह्यन्ते । अनित्यादिभावनाभावितो नरो विषयेषु रागद्वेषौ न करोति । परन्तु सोऽपि कषायोदये कषायपरवशो भवति । शुभाऽशुभविषययुक्तबाह्यपदार्थाञ्जीवस्त्यक्तुं शक्नोति । आत्मपरिणतिरूपकषायान्स त्यक्तुं न शक्नोति । विषयानासेवने जीवो हानिं न पश्यति । कषायानासेवने स स्वार्थासिद्धेर्हानि पश्यति । ततः स विषयान् जेतुं शक्नोति, परन्तु कषायास्तस्मै दुर्जेया भासते ।
कषायेभ्योऽपि परीषहोपसर्गा अधिकदुःसहाः । कषायाऽऽ सेवनेन जायमानानर्थान्दृष्ट्वा विचिन्त्य च कश्चित्सत्त्वाधिको जीवस्तान्विजेतुं निश्चिनोति । स कषायोदयकारिप्रसङ्गेष्वपि
જ શીખ્યો છે કે અનુકૂળ વિષયોમાં રાગ કરવો અને પ્રતિકૂળ વિષયોમાં દ્વેષ કરવો. તેથી તે સંસ્કારોથી પ્રેરાયેલો જીવ વિષયો પામીને રાગદ્વેષ કરે જ છે. માટે વિષયોમાં રાગદ્વેષ ન કરવા એ મુશ્કેલ છે. આમ વિષયો મુશ્કેલીથી સહન થાય એવા છે.
કષાયો તો તેમના કરતાં પણ વધુ મુશ્કેલીથી સહન થઈ શકે એવા છે. આસક્તિ વિના વિષયોનું સેવન કરનાર પણ કષાયોના આવેશમાં આવે છે. ઉદયમાં આવેલા કષાયોને નિષ્ફળ કરવા વડે તે સહન કરાય છે. ભાવનાથી ભાવિત થયેલો માણસ વિષયોમાં રાગ-દ્વેષ કરતો નથી. પણ તે પણ કષાયોના ઉદયમાં કષાયોને પરવશ બને છે. સારા-ખરાબ વિષયોથી યુક્ત બાહ્યપદાર્થોને જીવ છોડી શકે છે. આત્માના પરિણામરૂપ કષાયોને તે છોડી શકતો નથી. વિષયોનું સેવન ન થાય તો જીવને નુકસાન દેખાતું નથી. કષાયો ન કરાય તો જીવને પોતાના સ્વાર્થની સિદ્ધિ ન થવાથી નુકસાન દેખાય છે. તેથી તે વિષયોને જીતી શકે છે, પણ કષાયો તેને મુશ્કેલીથી જિતાય એવા લાગે છે.
કષાયો કરતાં પણ પરીષહો અને ઉપસર્ગો બહુ જ મુશ્કેલીથી સહન થાય એવા છે. કષાય કરવાથી થતાં નુકસાનોને જોઈને અને વિચારીને કોઈક સાત્ત્વિક જીવ