________________
स्त्र्यासक्तो जगत्स्त्रीमयं पश्यति
३४७
योगसार : ४ / १३, १४ स्त्रीव्यतिरिक्तं सर्वमपि जगन्नीरसेक्षुयष्टितुल्यं मन्यते । धनलुब्धो नरो यथा धनमेव तत्त्वं मन्यते तथा स्त्रीलुब्धो नरः स्त्रियमेव जगत्तत्त्वं मन्यते । नार्येव तस्य स्वामिनी भवति । किङ्करः स्वामिन आदेशं पालयति । स स्वामिनं महान्तं मन्यते । स स्वात्मानं तुच्छं मन्यते । स्वामिप्रसादं प्राप्य स मोदते । स्त्रीलुब्धो नरो नारीं स्वामिनीं मन्यते । स तस्याः प्रत्येकमादेशं पालयति । स तां महतीं मन्यते । स स्वात्मानं तस्याश्चरणरजस्तुल्यं मन्यते । स रात्रौ निद्रायामपि तामेव चिन्तयति । स्वप्नेऽपि स तामेव पश्यति । अन्धकारे स्थाणुमपि दृष्ट्वा स तं स्वप्रियां मन्यते । केनचिदाकारिते स तं प्रियाशब्दं मत्वा मोदते । दिवसेऽपि स प्रियामेव ध्यायति । सर्वकार्येषु स तामेव पश्यति । जले स्थले व्योम्नि च स तामेव पश्यति । यथा परदर्शनिनः सर्वत्र विष्णुं मन्यन्ते तथाऽयं ना सर्वत्र प्रियामेव पश्यति । स गृहमपि प्रियारूपं पश्यति । स वृक्षानपि प्रियारूपान्पश्यति । स उपलेष्वपि प्रियामेव पश्यति । स जनानपि प्रियारूपान्मन्यते । किं बहुनोक्तेन ? स सर्वमपीदं जगत्स्त्रीमयमेव पश्यति । यथाऽऽत्माद्वैतवादिनः सर्वमपि जगदात्मविवर्त्तरूपं मन्यन्ते
સાઠાઓને કચરામાં ફેંકી દે છે. સ્ત્રીમાં આસક્ત મનુષ્ય સ્રી સિવાયના આખાય જગતને ૨સ વિનાના શેરડીના સાઠા જેવું માને છે. ધનથી લોભાયેલ મનુષ્ય જેમ ધનને જ તત્ત્વ માને છે, તેમ સ્ત્રીથી લોભાયેલો મનુષ્ય સ્રીને જ જગતનું તત્ત્વ માને છે. નારી જ તેની સ્વામિની છે. નોકર સ્વામીના આદેશનું પાલન કરે છે. તે સ્વામીને મહાન માને છે. તે પોતાને તુચ્છ માને છે. સ્વામીની કૃપા પામીને તે ખુશ થાય છે. સ્ત્રીમાં આસક્ત મનુષ્ય નારીને સ્વામિની માને છે. તે તેણીના દરેક આદેશનું પાલન કરે છે. તે તેણીને મહાન માને છે. તે પોતાને તેણીના ચરણની રજ સમાન માને છે. તે રાત્રે ઊંઘમાં પણ તેણીનો જ વિચાર કરે છે. સપનામાં પણ તેને તે જ દેખાય છે. અંધારામાં ઠુઠાને પણ જોઈને તે તેને પોતાની પ્રિયા માને છે. કોઈ બોલાવે તો તે તેને પ્રિયાનો શબ્દ માનીને ખુશ થાય છે. દિવસે પણ તે પ્રિયાનું જ ધ્યાન કરે છે. બધા કાર્યોમાં તે તેણીને જ જુવે છે. પાણીમાં, પૃથ્વી ઉપર અને આકાશમાં તે તેણીને જ જુવે છે. જેમ બીજા ધર્મવાળા બધે વિષ્ણુને માને છે, તેમ આ મનુષ્ય પણ બધે પ્રિયાને જ જુવે છે. તે ઘરને પણ પ્રિયારૂપે જુવે છે. તે વૃક્ષોને પણ પ્રિયારૂપે જુવે છે. તેને પથ્થરોમાં પણ પ્રિયા જ દેખાય છે. તે લોકોને પણ પ્રિયારૂપે માને છે. વધુ તો શું કહેવું ? તે આખી દુનિયાને સ્રીમય જ જુવે છે. જેમ આત્માદ્વૈતવાદીઓ આખાય જગતને આત્મામાંથી બનેલું માને છે, તેમ આ મનુષ્ય