________________
•०/१५
योगसारः ४/१५ स्त्यासक्तः संसारसमुद्रे पतति
३४९ अवतरणिका - स्त्रीरागस्य दुर्जयत्वं प्रतिपाद्य तस्यैव विजेतारं प्रतिपादयति - मूलम् - 'स्त्रीसमुद्रेऽत्र गम्भीरे, 'निमग्नमखिलं जगत् ।
उन्मज्जति महात्माऽस्माद्-यदि कोऽपि कथञ्चन ॥१५॥ अन्वयः - गम्भीरेऽत्र स्त्रीसमुद्रेऽखिलं जगन्निमग्नम्, यदि अस्मात् कोऽपि कथञ्चनोन्मज्जति (तर्हि स) महात्मा ॥१५॥
पद्मीया वृत्तिः - गम्भीरे - अगाधे, अत्र - पूर्वोक्ते, स्त्रीसमुद्रे - स्त्री-नार्येव समुद्रः-जलधिरिति स्त्रीसमुद्रः, तस्मिन्, अखिलम् - सकलम्, जगत् - विश्वम्, निमग्नम् - प्लावितम्, यदिशब्दः सम्भावने, अस्मात् - स्त्रीसमुद्रात्, कोऽपि - अनिर्दिष्टनामा, कथञ्चन - कथमपि, उन्मज्जति - बहिर्निर्गच्छति, तर्हि सः' इत्यत्राध्याहार्यम्, महात्मा - महान्-उत्तम आत्मा-जीवो यस्येति महात्मा-महापुरुष इत्यर्थः ।
समुद्रो गम्भीरोऽपारश्च । तस्य नीरं लवणयुक्तं भवति । स्त्रीष्वासक्तो नरोऽगाधे संसारसमुद्रे पतति । तत्र स चतुरशीतिलक्षजीवयोनिषु भ्रमति । स संसारसमुद्रस्य पारं न प्राप्नोति । संसारसमुद्रे निमग्नः स सदा दुःखमेवानुभवति । स्त्री स्वस्मिन्नासक्तं नरं संसारसमुद्रे पातयति । ततः स्त्री कारणं संसारसमुद्रश्च कार्यम् । ततः कारणे कार्योपचारं
અવતરણિકા - સ્ત્રીરાગ બહુ મુશ્કેલીથી જિતાય એવો છે, એમ જણાવી હવે સ્ત્રીરાગના વિજેતાને જણાવે છે –
શબ્દાર્થ - ગંભીર એવા આ સ્ત્રીરૂપી સમુદ્રમાં આખું જગત ડૂબેલું છે. જો આમાંથી કોઈ પણ કોઈક રીતે ઉપર આવે તો તે મહાત્મા છે. (૧૫)
પધીયાવૃત્તિનો ભાવાનુવાદ - સમુદ્ર ગંભીર અને અપાર હોય છે. તેનું પાણી ખારું હોય છે. સ્ત્રીઓમાં આસક્ત મનુષ્ય ઊંડા સંસારસમુદ્રમાં પડે છે. ત્યાં તે ચોર્યાશી લાખ જીવયોનિઓમાં ભમે છે. તે સંસારસમુદ્રના પારને પામતો નથી. સંસારસમુદ્રમાં ડૂબેલો તે હંમેશા દુઃખ જ અનુભવે છે. સ્ત્રી પોતાનામાં આસક્ત મનુષ્યને સંસારસમુદ્રમાં પાડે છે. તેથી સ્ત્રી કારણ છે અને સંસારસમુદ્ર કાર્ય છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અહીં કહ્યું કે સ્ત્રી જ ગંભીર સમુદ્ર છે. સ્ત્રીઓએ
१. स्त्रीसमुद्रेऽतिगम्भीरे - C, F। २. निर्मग्न ... A, B, D, E, K, LI
8.7