________________
३४८
स्त्यासक्तचित्तानां धर्मकरणे रतिर्न भवति योगसारः ४/१३,१४ तथाऽयं नरः सर्वत्र स्त्र्यद्वैतं पश्यन् सर्वमपि विश्वं स्त्रीविवर्तरूपं मन्यते ।
इत्थं स्त्र्यासक्तचित्ताः नारीमेव सर्वस्वं मन्यन्ते । ते सर्वत्र नारीमेव पश्यन्ति । ते तस्या रञ्जनार्थमेव प्रयतन्ते । ततो धर्माराधना तेभ्यो न रोचते । धर्मस्य नामाऽपि श्रुत्वा त उद्विजन्ते । धर्मकरणार्थं तेषां चित्तं नोत्सहते । धर्मकार्येषु ते प्रमाद्यन्ति । ते कदाचिद्धर्म कुर्वन्ति तद्यपि लोकानुवृत्त्या बाह्यदृष्ट्या कुर्वन्ति । तेषां चित्तं यथा स्त्रियां रमते तथा धर्मे न रमते । इत्थं तेषां चित्तं धर्मकरणे रतिं न प्राप्नोति । यत्र रतिर्भवति तत्र प्रवृत्तिः स्वाभाविक्येव भवति, यतो रुच्यनुयायि वीर्यम् । स्त्रीलुब्धस्य स्त्रियां रतिर्भवति । ततस्तस्य प्रवृत्तिरपि स्त्रीविषयिण्येव भवति । तस्य धर्मे रतिर्न भवति । ततस्तस्य धर्मे प्रवृत्तिरपि न भवति । उक्तञ्च तत्त्वामृते - 'कामी त्यजति सद्वृत्तं, गुरोर्वाणी ह्रियं तथा । गुणानां समुदायं च, चेतःस्वास्थ्यं तथैव च ॥१०८॥' इत्थं विभाव्य स्त्रीषु रागो न कर्त्तव्यः । स्त्रीविरक्तचेतसामेव धर्मे रतिः प्रवृत्तिश्च भवति । ततो धर्माराधनार्थं स्त्रीभ्यो विरक्तव्यम् ॥१४॥ બધે સ્ત્રીને જ જોતો આખાય વિશ્વને સ્ત્રીથી બનેલું માને છે.
આમ સ્ત્રીમાં આસક્ત ચિત્તવાળા જીવો નારીને જ સર્વસ્વ માને છે. તેઓ બધે નારીને જ જુવે છે. તેઓ તેણીને ખુશ કરવા જ પ્રયત્ન કરે છે. તેથી તેમને ધર્મની આરાધના ગમતી નથી. ધર્મનું નામ પણ સાંભળીને તેઓ કંટાળી જાય છે. ધર્મ કરવા માટે તેમનું મન ઉત્સાહિત થતું નથી. તેઓ ધર્મકાર્યોમાં પ્રમાદ કરે છે. તેઓ કદાચ ધર્મ કરે છે તો પણ લોકોની દેખાદેખીથી બાહ્ય ધર્મ કરે છે. તેમનું મન જે રીતે સ્ત્રીમાં રમે છે, તેમ ધર્મમાં રમતું નથી. આમ તેમનું મન ધર્મ કરવામાં આનંદ પામતું નથી. જે ગમતું હોય તેમાં પ્રવૃત્તિ સ્વાભાવિક થાય છે, કેમકે વીર્ય રચિને અનુસરે છે. સ્ત્રીથી લોભાયેલાને સ્ત્રી ગમે છે. તેથી તેની પ્રવૃત્તિ પણ સ્ત્રીમાં જ થાય છે. તેને ધર્મ ગમતો નથી. તેથી તે ધર્મ કરતો નથી. તસ્વામૃતમાં કહ્યું છે – “કામી સદાચાર, ગુરુની વાણી, લજ્જા, ગુણોના સમુદાય અને ચિત્તની સ્વસ્થતાને છોડે છે. (૧૦૮)' આમ વિચારીને સ્ત્રીઓમાં રાગ ન કરવો. સ્ત્રીઓથી વિરક્ત મનવાળાઓને જ ધર્મ ગમે છે અને તેઓ જ ધર્મમાં પ્રવૃત્તિ કરે છે. માટે ધર્મની આરાધના કરવા માટે સ્ત્રીઓથી વિરક્ત થવું. (૧૪)