________________
हीनसत्त्वः स्वोदरपूरणमेव चिन्तयति
योगसार: ४/१६
=
1
खड्गस्य धारायां चलनं दुष्करं भवति । तत्र चलताऽप्रमत्तेन भवितव्यम् । अन्यथाऽसिधारया तस्य पादतलं छिद्यते । एवं संयमपालनमपि दुष्करं भवति । संयमं पालयताऽतिशयेनाऽप्रमत्तेन भाव्यम् । अन्यथाऽतिचार - पाप - दोषैस्तस्य चारित्रं शबलं भवति । बहुभिरतिचारादिभिः सेवितैः स चारित्राद्भ्रश्यते । हीनसत्त्वो निरतिचारं चारित्रं पालयितुं न शक्नोति । स निरतिचारचारित्राद्विप्रकृष्टो भवति । निरतिचारचारित्रं वा तस्मादतिदूरे भवति । स संयमं गृहीत्वा मुनिवेषेण स्वाजीविकामात्रं निर्वाहयति । स न काञ्चिदपि साधनां करोति । सोऽनुकूलताप्रियो भवति । प्रतिकूलताभिः स दूरं धावति । प्रतिकूलतानिवारणोपायान् स चिन्तयति । स एवं न चिन्तयति - 'मम चारित्रं सुविशुद्धं कथं स्यात् ? कथं मम प्रभूतकर्मनिर्जरालाभः स्यात् ? कथमहं शीघ्रं मुक्तिं प्राप्नुयाम् ?' इति । स एवमेव चिन्तयति - ' अद्याऽहं भिक्षां लप्स्ये न वा ? अद्याऽहं रसवतीं भिक्षां लप्स्ये न वा ? अद्याहं कीदृशां वसतिं प्राप्स्यामि ? अहं शोभनानि वस्त्र - पात्रासनशय्यादीनि प्राप्स्यामि न वा ?' इति । इत्यादिचिन्ताव्याकुलः स संयमसाधनां विस्मृत्य
३५८
તલવારની ધાર ઉપર ચાલવું મુશ્કેલ છે. તેની ઉપર ચાલનારે ખૂબ સાવધાની રાખવી પડે છે, નહીંતર તલવારની ધારથી તેના પગના તળિયા કપાઈ જાય છે. એમ સંયમ પાળવું પણ મુશ્કેલ છે. સંયમ પાળનારાએ ખૂબ જ અપ્રમત્ત બનવું જોઈએ, નહિંતર અતિચારો-પાપો-દોષોથી તેનું ચારિત્ર કાબરચીતરું થઈ જાય છે. ઘણા અતિચારો સેવવાથી તે ચારિત્રથી ભ્રષ્ટ થઈ જાય છે. અલ્પસત્ત્વવાળો નિરતિચાર ચારિત્ર પાળી શકતો નથી. તે નિરતિચાર ચારિત્રથી દૂર હોય છે અથવા નિરતિચાર ચારિત્ર તેનાથી ખૂબ દૂર હોય છે. તે સંયમ લઈને સાધુના વેષથી પોતાની આજીવિકાનો જ નિર્વાહ કરે છે. તે કોઈપણ સાધના કરતો નથી. તેને અનુકૂળતાઓ ગમે છે. તે પ્રતિકૂળતાઓથી દૂર ભાગે છે. તે પ્રતિકૂળતાઓને નિવારવાના ઉપાયોને વિચારે છે. તે એમ નથી વિચારતો કે, ‘મારું ચારિત્ર શી રીતે એકદમ વિશુદ્ધ થાય ? શી રીતે મને ઘણી કર્મનિર્જરાનો લાભ થાય ? શી રીતે હું જલ્દીથી મોક્ષ પામું ?’ તે એમ જ વિચારે છે કે ‘આજે મને ભિક્ષા મળશે કે નહીં? આજે મને સ્વાદિષ્ટ ભિક્ષા મળશે કે નહીં ? આજે મને કેવો ઉપાશ્રય મળશે ? મને સારા કપડાં, પાત્રા, બેસવાની જગ્યા, સૂવાની જગ્યા વગેરે મળશે કે નહીં ?’ આવા પ્રકારની ચિંતાથી વ્યાકુળ તે સંયમની સાધના ભૂલી જઈને પોતે ઇચ્છેલી તે તે વસ્તુને મેળવવા માટે