________________
हीनसत्त्वः श्वेव दैन्यं प्रदर्शयति
योगसार: ४/१७
३६०
प्रयतते । स गृहस्थानां पुरः श्ववच्चेष्टते । यदा श्वा क्षुधाकुलो भवति तदा स आहारप्राप्त्यर्थं स्वलाङ्गूलं धूनयति । मुखं विदार्य जिह्वां निष्काश्य गृहस्थस्य पुरः स एकाग्रदृष्ट्या पश्यति । स स्वमुखाल्लालां निष्काशयति । स स्वजिह्वया गृहस्थस्य पादौ लेढि । स तस्य पादौ जिघ्रति । स विनीतीभूय तस्य पादसमीपे तिष्ठ्त्युपविशति वा । किं बहुना ? स तथा चेष्टते यथा गृहस्थस्य प्रियो भवति । ततः स गृहस्थस्तत्स्नेहाकृष्टचित्तस्तस्मै भोजनं ददाति । हीनसत्त्वो मुनिः स्वाभीष्टपूरणार्थं गृहस्थानां पुरस्तेषां प्रशंसां करोति । स बहूनि प्रशंसावचनानि वक्ति । अनेकप्रकारैः स तान् श्लाघते । स तेषामानुकूल्यं करोति । स सर्वमपि तदुक्तानुसारेण करोति । स तेषां वैयावृत्त्यमपि करोति । स तेभ्यः शुभाशुभनिमित्तमपि कथयति । स तेभ्यो धनार्जनोपायानपि दर्शयति । स स्वजातिकुल- शिल्पकला-विज्ञान-पाण्डित्य- वक्तृत्वादि - प्रकाशनेन गृहस्थांस्तोषयति । गृहस्थो येषां भक्तो भवति स स्वात्मानमपि तेषां भक्तत्वेन दर्शयति । स गृहस्थस्य सन्देशं स्थानान्तरं देशान्तरं वा नयति । स गृहस्थस्य बालादीनां धात्रीत्वं करोति । किं बहुना ? सर्वप्रकारैः स તે આલોકના પદાર્થો મેળવવાનો જ વિચાર કરે છે. પછી તેની પ્રાપ્તિ માટે તે પ્રયત્ન કરે છે. તે ગૃહસ્થોની આગળ કૂતરાની જેમ ચેષ્ટાઓ કરે છે. જ્યારે કૂતરો ભૂખ્યો થાય છે, ત્યારે તે ભોજન મેળવવા પોતાની પૂંછડી પટપટાવે છે. પોતાનું મોઢું ફાડી જીભને બહાર કાઢી તે ગૃહસ્થની સામે એકાગ્ર દૃષ્ટિથી જુવે છે. તે પોતાના મોઢામાંથી લાળ કાઢે છે. તે પોતાની જીભથી ગૃહસ્થના પગ ચાટે છે. તે તેના પગ સૂંધે છે. તે વિનયવાળો થઈને તેના પગ પાસે ઊભો રહે છે કે બેસે છે. વધુ તો શું કહેવું ? તે તેવી રીતે ચેષ્ટા કરે છે કે જેથી ગૃહસ્થને પ્રિય બને. તેથી તે ગૃહસ્થ તેના સ્નેહથી આકર્ષાઈને તેને ભોજન આપે છે. અલ્પસત્ત્વવાળો મુનિ પોતાની ઇષ્ટ વસ્તુ મેળવવા ગૃહસ્થોની આગળ તેમની પ્રશંસા કરે છે. તે પ્રશંસાના ઘણા વચનો બોલે છે. અનેક રીતે તે તેમની પ્રશંસા કરે છે. તે તેમને અનુકૂળતા કરી આપે છે. તે બધું ય તેમના કહ્યા મુજબ કરે છે. તે તેમની વૈયાવચ્ચ પણ કરે છે. તે તેમને સારા-ખરાબ નિમિત્તો પણ કહે છે. તે તેમને ધન કમાવવાના ઉપાયો પણ બતાવે છે. તે પોતાની જાતિ, કુળ, શિલ્પ, કળા, વિજ્ઞાન, પંડિતાઈ, વક્તૃત્વ વગેરે કહીને ગૃહસ્થોને ખુશ કરે છે. ગૃહસ્થ જેમનો ભક્ત હોય તે પોતાને પણ તેમના ભક્ત તરીકે બતાવે છે. તે ગૃહસ્થનો સંદેશો એક સ્થાનથી બીજે સ્થાને કે એક દેશમાંથી બીજા દેશમાં લઈ જાય