________________
योगसारः ४/१८ . पूर्वापश्चात्संस्तवपिण्डः
३६३ मुनिना प्रव्रज्याग्रहणसमये एव स्वजनधूननं कृतम् । ततस्तस्य कोऽपि स्वजनो न भवति । तस्य सर्वेऽपि जनास्तुल्या एव भवन्ति । यद्युपर्युक्तप्रकारेण स सम्बन्धान्प्रदर्श्य गृहस्थानां पुरो दैन्यं प्रदर्शयति तर्हि तेन त्यक्तसम्बन्धाः पुनः स्मर्यन्ते । इदं तु वमनपानतुल्यमतीव जुगुप्सनीयम् । सम्बन्धान्प्रदर्श्य प्राप्ता भिक्षा पूर्वपश्चात्संस्तवपिण्डरूपोत्पादनदोषेण दुष्टा भवति । उक्तञ्च भद्रबाहुस्वामिकृतपिण्डनियुक्तिमलयगिरिकृततट्टीकयोः - 'मायपिइ पुव्वसंथव सासूसुसराइयाण पच्छा उ। गिहि संथवसंबंधं करेइ पुव्वं च पच्छा वा ॥४८५॥ व्याख्या - मातापित्रादिरूपतया यः संस्तवः-परिचयः स पूर्वसंस्तवो, मात्रादीनां पूर्वकालभावित्वात्, यस्तु श्वश्रूश्वशुरादिरूपतया संस्तवः स पश्चात्संस्तवः, श्वश्र्वादीनां पश्चात्कालभावित्वात्, तत्र साधुभिक्षार्थे प्रविष्टः सन् गृहिभिः सह 'संस्तवसम्बन्धं परिचयघटनं 'पूर्वं' पूर्वकालभावि मात्रादिरूपतया 'पश्चाद्वा' पश्चाकालभावि श्ववादिरूपतया वा करोति । कथम् ? इत्याह - आयवयं च परवयं नाउं संबंधए तयणुरूवं । मम माया एरिसिया ससा व धूया व नत्ताई ॥४८६॥ व्याख्या - इह साधुभिक्षार्थे गृहे प्रविष्टः सन्नाहारलम्पटतयाऽऽत्मवयः परवयश्च ज्ञात्वा तदनुरूपं वयोऽनुरूपं सम्बध्नाति, यदि सा वयोवृद्धा स्वयं च मध्यमवयाः
મુનિએ દીક્ષા લેતી વખતે જ સ્વજનધૂનન કર્યું છે, એટલે કે બહારથી અને અંદરથી સ્વજનોને છોડ્યા છે. તેથી તેનું કોઈ સ્વજન હોતું નથી. તેની માટે બધાય લોકો સમાન જ હોય છે. જો ઉપર કહ્યા પ્રમાણે તે સંબંધ બતાવીને ગૃહસ્થોની આગળ દીનતા બતાવે છે, તો તે છોડેલા સંબંધો ફરી યાદ કરે છે. એ વમનને પીવા સમાન હોઈ ખૂબ દુર્ગછા થાય તેવું કાર્ય છે. સંબંધોને દેખાડીને મેળવેલી ભિક્ષા ‘પૂર્વપશ્ચાત્સસ્તવપિંડ' રૂપ ઉત્પાદનના દોષથી દુષ્ટ છે. શ્રીભદ્રબાહુસ્વામી રચિત પિંડનિર્યુક્તિ અને તેની શ્રીમલયગિરિ મહારાજ કૃત ટીકામાં કહ્યું છે, “માતા-પિતા વગેરે રૂપે જે પરિચય તે પૂર્વસંસ્તવ છે, કેમકે માતા વગેરે પહેલાથી હોય છે. સાસુસસરા વગેરે રૂપે જે પરિચય તે પશ્ચાત્સસ્તવ છે, કેમકે સાસુ વગેરે પછીથી થયા છે. ભિક્ષા માટે પ્રવેશેલ સાધુ ગૃહસ્થોની સાથે માતા વગેરે રૂપે પહેલાનો કે સાસુ વગેરે રૂપે પછીથી થયેલો પરિચય કરે છે. તે કેવી રીતે કરે છે ? તે કહે છે – ભિક્ષા માટે ઘરમાં પ્રવેશેલો સાધુ આહારની લંપટતાથી પોતાની વય અને સામી વ્યક્તિની વય જાણીને વયને અનુરૂપ સંબંધ કહે. જો તે વૃદ્ધા હોય અને પોતે મધ્યમ વયનો