________________
योगसारः ४/१८ अल्पसत्त्वः स्वसंयमं निःसारीकरोति
३६१ गृहस्थरञ्जनाय प्रयतते । ततस्तेन रञ्जितो गृहस्थस्तद्भक्तो भवति । स तस्य सर्वमप्यभीप्सितं पूरयति । स तस्मै शोभनान्न-पान-वस्त्र-पात्र-शय्याऽऽसनादीनि ददाति ।
इत्थमल्पसत्त्वः साधुः स्वेष्टैहिकवस्तुप्राप्त्यर्थं स्वसंयमं निःसारीकृत्य श्वेव गृहस्थरञ्जनाय प्रवर्तते । ततः स श्वतुल्यो भवति । सोऽसंयमाऽऽसेवनेनाऽत्र स्वल्पं सुखं प्राप्य दुर्गतौ चिरं दुःखानि सहते । कश्चिदेव महासत्त्वशाली संयमी यथाविधि निरतिचारचारित्रं पालयति ॥१७॥
अवतरणिका - पूर्वश्लोके उक्तं - हीनसत्त्वो गृहस्थानां पुरः दैन्यं करोतीति । अधुना स यथा दैन्यं करोति तथा दर्शयति - मूलम् - त्वमार्या त्वं च माता मे, त्वं स्वसा त्वं पितृष्वसा ।
इत्यादिज्ञातिसम्बन्धान्-कुरुते दैन्यमाश्रितः ॥१८॥ अन्वयः - दैन्यमाश्रितस्त्वमार्या त्वं च मे माता त्वं स्वसा त्वं पितृष्वसा - इत्यादिज्ञातिसम्बन्धान्कुरुते ॥१८॥ છે. તે ગૃહસ્થોના બાળકો વગેરેની ધાત્રીનું કાર્ય કરે છે. વધુ તો શું કહેવું? તે બધી રીતે ગૃહસ્થને ખુશ કરવાની મહેનત કરે છે. તેથી તેનાથી ખુશ થયેલ ગૃહસ્થ તેનો ભક્ત બની જાય છે. તે તેની બધી મનોકામનાઓ પૂરી કરે છે. તે તેને સારા અન્ન, પાણી, કપડાં, પાત્રા, શય્યા, આસન વગેરે આપે છે.
આમ અલ્પસત્ત્વવાળો સાધુ પોતે ઇચ્છેલી આલોકની વસ્તુ મેળવવા પોતાના સંયમને નિઃસાર કરીને કૂતરાની જેમ ગૃહસ્થને ખુશ કરવા પ્રયત્ન કરે છે. તેથી તે કૂતરા સમાન બને છે. તે અસંયમ સેવીને અહીં થોડું સુખ પામે છે, પણ દુર્ગતિમાં લાંબા કાળ સુધી દુઃખો સહે છે. કોઈક જ મહાસત્ત્વશાળી સંયમી વિધિપૂર્વક નિરતિચાર ચારિત્ર પાળે છે. (૧૭)
અવતરણિકા - પૂર્વશ્લોકમાં કહ્યું કે હીનસત્ત્વવાળો ગૃહસ્થોની આગળ દીનતા કરે છે. હવે તે જે રીતે દીનતા કરે છે તે બતાવે છે –
શબ્દાર્થ દીન બનેલો મુનિ, “તું મારી સાસુ છે, તું મારી માતા છે, તું મારી બહેન છે, તું મારી ફઈ છે, એવા પ્રકારના સ્વજનોના સંબંધો વચનથી દેખાડે છે. (૧૮)